Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 28:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “હા, ” યર્મિયા પ્રબોધકે કહ્યું, “તેમ થાઓ:યહોવા એમ કરો; યહોવાના મંદિરનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને ભવિષ્યનાં તારાં જે વચનો તેં કહ્યાં છે તે યહોવા પૂરાં પાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 “આમીન! પ્રભુ એ પ્રમાણે કરો! પ્રભુ તારી આગાહી સાચી પાડો અને બેબિલોન દેશમાંથી મંદિરનાં પાત્રો અને દેશનિકાલ થયેલા બધા લોકોને આ સ્થળે પાછા લાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “આમીન! યહોવા એ પ્રમાણે કરો. તમે જે વચનો ઉચ્ચાર્યા છે તેને તો તમે સાચાં પાડો અને મંદિરની બધી સાધન-સામગ્રી અને દેશવટે ગયેલા બધા લોકોને તે બાબિલથી ફરી અહીં લઇ આવો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 28:6
22 Iomraidhean Croise  

અને યહોયાદાના દીકરા બનાયાએ રાજાને ઉત્તર આપ્યો, “આમીન; મારા મુરબ્બી રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો.


ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ.” સર્વ લોકે ‘આમેન’ કહીને યહોવાની સ્તુતિ કરી.


ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી અનંતકાળ સ્તુત્ય મનાઓ. અને સર્વ લોકો આમીન કહો. તમે યહોવાની સ્તુતિ કરો.


અનાદિકાળથી તે અનંતકાળ માટે ઇઝરાયલના ઈશ્વર યહોવા સ્તુત્ય હો. આમીન તથા આમીન.


સર્વકાળ માટે તેમના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.


યહોવા સદાકાળ માટે સ્તુત્ય હો. આમીન તથા આમીન.


જેથી આજની માફક દૂધમધની રેલછેલવાળો દેશ તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા તે હું પૂરા કરું’” ત્યારે મેં, “હે યહોવા, આમીન.” એમ કહીને ઉત્તર આપ્યો.


હું તો તારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠયો નથી, ને મેં દુ:ખી દિવસની ઈચ્છા કરી નથી, એ તમે જાણો છો; મારા હોઠમાંથી જે નીકળ્યું તે તમારા મોઢા આગળ હતું.


ઉપકારને બદલે અપકાર કરાય? કેમ કે તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તેઓ પરથી તમારો કોપ ઉતારવા માટે હું તમારી આગળ ઊભો રહ્યો હતો એ વાતનું સ્મરણ કરો.


યહોવાના મંદિરનાં જે પાત્ર બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ સ્થળેથી લૂંટીને બાબિલમાં લઈ ગયો તે સર્વ પાત્રો બે વરસ પૂરાં થયા પહેલાં આ સ્થળે હું પાછાં લાવીશ;


“ગુલામગીરીમાં [થી પાછા આવેલા પાસે] થી, એટલે હેલદાઈ, ટોબિયા તથા યદાયા પાસેથી [જે સોનુંરૂપું તેઓ લાવ્યા છે તે] તું લે, અને તે જે દિવસે જઈને સફાન્યાના દિકરા યોશિયાને ઘેર જા, કેમ કે તેઓ બાબિલથી આવીને ત્યાં ઊતર્યા છે.


અને શાપકારક પાણી તારાં આંતરડામાં જઈને તારા પેટને સુજાવી દે, ને તારી જાંઘને સડાવી નાંખે;’ અને તે સ્‍ત્રી કહે ‘આમીન, આમીન.’


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.]


નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી.


કેમ કે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ તેમનામાં હા છે. અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેમના વડે આમીન પણ છે.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


ત્યારે ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજયાસન પર બેઠેલા ઈશ્વરની આરાધના કરીને કહ્યું, “આમીન; હાલેલૂયા.”


લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે આ વાતો કહે છે:


ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, “આમીન.” અને વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.


Lean sinn:

Sanasan


Sanasan