યર્મિયા 28:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 વળી યહૂદિયાના રાજા યહોયાકીમનો પુત્ર યકોન્યા તથા યહૂદિયાના જે લોકો બાબિલના બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને હું આ સ્થળે પાછા લાવીશ; કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ, ’ એવું યહોવા કહે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 એ ઉપરાંત યહૂદિયાના રાજા, યહોયાકીમના પુત્ર યહોયાખીનને તથા બેબિલોન દેશમાં દેશનિકાલ કરાયેલા યહૂદિયાના લોકોને પણ હું આ સ્થળે પાછા લાવીશ. કારણ, બેબિલોનના રાજાની સત્તારૂપી ઝૂંસરી હું ભાંગી નાખીશ. હું પ્રભુ એ કહું છું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, ‘કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.” એવું યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તેમ જ બાબિલમાં દેશવટે ગયેલા યહૂદિયાના બધા લોકોને પાછા લાવીશ, કારણ, હું બાબિલના રાજાની સત્તા તોડી નાખીશ.’” આ યહોવાના વચન છે. Faic an caibideil |