Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 27:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેથી તમારા પ્રબોધકો, તમારા જોશીઓ, તમારાં સ્વપ્નો [જોનારાઓ] , તમારા કામણટુમણ કરનારા તથા તમારા ભૂવાઓ તમને કહે છે, ‘તમે બાબિલના રાજાના હાથમાં પડશો નહિ, ’ તેઓનું તમે સાંભળશો નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી તમારા સંદેશવાહકો, જોષ જોનારા, સ્વપ્નદર્શીઓ, ભૂવાઓ કે ધંતરમંતર કરનારાઓ તમને બેબિલોનના રાજાને આધીન થવાનું ના કહે તો તેમનું માનશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે તમે તમારા પ્રબોધકો, જોશીઓ, તમારા સ્વપ્ન જોનારાઓ, ભૂવાઓ અને જંતરમંતર કરનારાઓ જેઓ તમને કહે કે, ‘તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ.’ તો તેની તરફ ધ્યાન ના આપશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 માટે તમારા પ્રબોધકો, જોશીઓ, ભૂવાઓ અને જાદુટોણા કરનારાઓ જેઓ તમને કહે કે, તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ, તો તેની તરફ ધ્યાન ના આપશો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 27:9
26 Iomraidhean Croise  

તું જાદુગરેણને જીવતી રહેવા ન દે.


ત્યારે ફારુને પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. અને મિસરના તે જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કર્યું.


હે મારા દીકરા, જ્ઞાનની વાતોમાંથી માત્ર ભટકાવી દે તેવી શિખામણ સાંભળવાનું તું મૂકી દે.


જ્યારે તેઓ તમને કહે, ‘ભુવાઓ પાસે, ને ઝીણે અવાજે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો.’ [ત્યારે તારે કહેવું,] ‘લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?’


પછી યહોવાએ મને કહ્યું, “પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત, તથા પોતાના હ્રદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.


‘મને સ્વપ્ન આવ્યું છે, મને સ્વપ્ન આવ્યુમ છે, ’ એવો જે પ્રબોધકો મારે નામે ખોટો પ્રબોધ કરે છે, તેઓએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે.


યહોવા કહે છે, જુઓ, જેઓ ખોટાં સ્વપ્નો પ્રગટ કરીને બોલે છે, ને પોતાની જૂઠી વાતોથી તથા ખાલી બડાઈ મારીને મારા લોકોને ભમાવે છે, તેઓની વિરુદ્ધ હું છું; મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા પણ આપી નથી; તેઓ આ લોકોને જરા પણ હિતકારક થશે નહિ, એવું યહોવા કહે છે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, તમારી સાથે જે પ્રબોધકો છે તેઓથી તથા તમારા જોશીઓથી ભુલાવો ન ખાઓ, ને તમારાં સ્વપ્નો પર ધ્યાન ન આપો.


એટલે જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, ને જેઓનો કાળ, આખરની શિક્ષાનો સમય, આવી પહોંચ્યો છે તેઓની ગરદન ઉપર તને નાખવાને તેઓ તને વ્યર્થ સંદર્શનો કહે છે ને તને જૂઠા શકુન જોઈ આપે છે.


ત્યારે જાદુગરો, મંત્રવિદ્યા જાણનારા, ખાલદીઓ તથા જોષીઓ મારી હજૂરમાં આવ્યા. ત્યારે મેં તેમની આગળ સ્વપ્ન કહી બતાવ્યું, પણ તેઓ તેનો ખુલાસો મારી આગળ કરી શક્યા નહિ.


દષ્ટાઓ લજ્‍જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે. કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.


કેમ કે તરાફિમ [મૂર્તિઓએ] મિથ્યા વાત કહી છે, ને શકુન જોનારાઓએ જૂઠો વરતારો કર્યો છે. સંદર્શનિકો અસત્ય બોલે છે, તેઓ ખોટો દિલાસો દે છે; માટે લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકે છે, તેઓ દુ:ખી થાય છે, કેમ કે કોઈ પાળક નથી.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


તેણે ઘણી મુદતથી પોતાની જાદુક્રિયાથી તેઓને છક કરી નાખ્યા હતા, માટે તેઓ તેનું સાંભળતા હતા.


તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.


ને જે વિષે તું જાણતો નથી એવાં અન્ય દેવદેવીઓ વિષે તે એમ કહે, ‘ચાલો, આપણે તેઓની પાછળ ચાલીએ, ને આપણે તેઓની સેવા કરીએ, ’ ને [તેના ટેકામાં] તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે, ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય;


કેમ કે આ જે દેશજાતિઓનું તું વતન પામવાનો છે તેઓ શકુન જોનારાઓનું તથા જોષ જોનારાઓનું સાંભળે છે; પણ તને તો યહોવા તારા ઈશ્વરે એમ કરવા દીધું નથી.


જેઓને ઇઝરાયલીઓએ માર્યા, તેઓમાં બયોરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તરવારથી મારી નાખ્યો.


તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહિ. તારામાં વરકન્યાના વરઘોડાનો અવાજ ફરીથી સંભળાશે નહિ! કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા. તારી જાદુક્રિયાથી સર્વ દેશના લોકો ભુલાવામાં પડયા.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan