યર્મિયા 27:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી યાજકો તથા આ સર્વ લોકોની આગળ હું બોલ્યો, “યહોવા એવું કહે છે કે, જે તમારા પ્રબોધકો તમને એવું ભવિષ્ય કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરનાં પાત્રો બાબિલમાંથી જલદી પાછાં લાવવામાં આવશે, ’ તેઓનાં વચન તમે સાંભળશો નહિ. કેમ કે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પછી મેં યજ્ઞકારો અને બધા લોકોને કહ્યું કે પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોનમાંથી પ્રભુના મંદિરનાં પાત્રો ટૂંક સમયમાં પાછાં લાવવામાં આવશે એવું કહેનાર સંદેશવાહકોનો સંદેશ તમે સાંભળશો નહિ; તેઓ જૂઠું ભવિષ્ય કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 વળી મેં યાજકો અને બધા લોકોને કહ્યું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો થોડા જ વખતમાં બાબિલમાંથી જલદી પાછા લાવવામાં આવશે તેમની વાત તમે સાંભળશો નહિ. તેઓ તમને જૂઠું ભવિષ્ય કહે છે.’ Faic an caibideilપવિત્ર બાઈબલ16 ત્યારબાદ મેં યાજકોને અને બધા લોકોને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરની સાધનસામગ્રી થોડા જ વખતમાં બાબિલમાંથી પાછી લાવવામાં આવશે તેમની વાત સાંભળશો નહિ.’ તેઓ તમને જૂઠું કહે છે; Faic an caibideil |