યર્મિયા 27:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
15 કેમ કે યહોવા કહે છે, મેં તેઓને મોકલ્યા નથી, તોપણ તેઓ મારે નામે જૂઠું ભવિષ્ય કહે છે; કે જેથી હું તમને હાંકી કાઢું, ને જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓ તથા તમે નષ્ટ થાઓ.”
15 કારણ, પ્રભુ પોતે તેમના વિષે કહે છે કે, ‘મેં તેમને મોકલ્યા નથી છતાં તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે કે જેથી હું તમને હાંકી કાઢું અને તમે તથા તમને સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકો નાશ પામો.”
15 કેમ કે યહોવાહ કહે છે કે, મેં તેમને મોકલ્યા નથી.” “તોપણ તેઓ મારા નામે તમને જૂઠું ભવિષ્ય કહે છે જેથી હું તમને આ દેશમાંથી નસાડી મૂકું અને જે પ્રબોધકો ખોટું ભવિષ્ય કહે છે તે પ્રબોધકો સાથે તમે નાશ પામો.”
15 મેં તેમને મોકલ્યા નહોતા. તેઓ મારા નામે તમને જૂઠાણા કહે છે. જો તમે તેઓનું સાંભળ્યા કરશો તો હું તમને આ દેશમાંથી હાંકી કાઢીશ, અને તમે આ ખોટું ભવિષ્ય ભાખનારા પ્રબોધકો સાથે નાશ પામશો.’”
પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.
પછી યહોવાએ મને કહ્યું, “પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત, તથા પોતાના હ્રદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.
વળી હે પાશહૂર, તું ને તારા ઘરમાં રહેનારાં સર્વ બંદીવાન થશો, ને બાબિલ જશો. ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેઓને તેં ખોટું ભવિષ્ય કહ્યું છે, તેઓ પણ ત્યાં મરશે, ને ત્યાં જ તેઓને દાટવામાં આવશે.”
તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓને નાગદમણ ખવડાવીશ, ને તેઓને ઝેર પાઈશ; કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”
કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, તમારી સાથે જે પ્રબોધકો છે તેઓથી તથા તમારા જોશીઓથી ભુલાવો ન ખાઓ, ને તમારાં સ્વપ્નો પર ધ્યાન ન આપો.
‘જુઓ, યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓ સર્વને બાબિલના રાજાના સરદારોની પાસે પકડીને લઈ જવામાં આવશે, ને તે સ્ત્રીઓ કહેશે કે, તારા દિલોજાન મિત્રોએ તને ઠગ્યો છે, ને તેઓ તારા પર ફાવી ગયા છે, તારા પગ કાદવમાં કળી ગયા, એટલે તેઓ [તને મૂકીને] જતા રહ્યા છે.’
શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.