Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 26:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી તું તેઓને કહેજે, “યહોવા કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂકયું છે, તે પ્રમાણે ચાલવાને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેમને કહે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તમે મારું સાંભળશો નહિ, અને તમારી સમક્ષ રજૂ કરેલા મારા નિયમશાસ્ત્રને અનુસરશો નહિ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 વળી તું તેઓને કહેજે, યહોવાહ કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે તે મુજબ ચાલવાને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 વળી યહોવાએ મને કહ્યું, ‘તું એમને કહેજે, આ યહોવાના વચન છે. જો તમે મારું કહ્યું નહિ કરો, અને તમારા માટે ઠરાવેલ નિયમશાસ્ત્રનું પાલન નહિ કરો,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 26:4
22 Iomraidhean Croise  

પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો, ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ જે મેં તમારી આગળ મૂકયાં છે તે નહિ પાળો, પણ જઈને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભજશો;


પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


પણ જો તમે સાબ્બાથના દિવસને પવિત્ર માનવાનું, તથા તે દિવસે યરુશાલેમના દરવાજાઓમાં થઈને બોજો ઉપાડયા વગર અંદર પેસવાનું મારું (વચન) સાંભળશો નહિ, તો હું તેના દરવાજાઓમાં અગ્નિ સળગાવીશ, ને યરુશાલેમના રાજમહેલોને બાળીને ભસ્મ કરશે, ને તે હોલવાશે નહિ.”


પણ જો તમે આ વચનો નહિ માનશો, તો યહોવા કહે છે, હું પોતાના સમ ખાઈને કહું છું કે, આ મહેલ ઉજજડ થઈ જશે.


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.


આજ સુધી તેઓ દીન થઈ ગયા નથી, ને બીધા પણ નથી, ને મારું નિયમશાસ્ત્ર તથા મારા વિધિઓ મેં તમારી આગળ તથા તમારા પૂર્વજોની આગળ મૂક્યાં છે, તે પ્રમાણે ચાલ્યા નથી.”


તમે ધૂપ બાળ્યો તથા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું, ને યહોવાનું વચન માન્યું નહિ, ને તેમના નિયમશાસ્ત્ર, તેમના વિધિઓ તથા તેમનાં સાક્ષ્યો પ્રમાને ચાલ્યા નહિ, તેથી જેમ આજે છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”


તેથી આ મંદિર જે મારા નામથી ઓળખાય છે, જેના પર તમે ભરોસો રાખો છો, ને જે સ્થાન મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેની હાલત શીલોની જેવી હાલત મેં કરી તેવી કરીશ.


અને જે સર્વ વિધિઓ તથા કાનૂનો હું આજે તમારી આગળ મૂકું છું તે તમે ચોક્કસાઈથી પાળો.


કેમ કે જે દૂધમધની રેલછેલવાળા દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં જ્યારે હું તેઓને લાવીશ, ને તેઓ ખાઈને તથા ઘરાઈને પુષ્ટ થશે, ત્યારે તેઓ અન્ય દેવોની તરફ ફરી જઈને તેઓની સેવા કરશે, ને મને ધિક્કારશે, ને મારો કરાર તોડશે.


અને જે નિયમ મૂસાએ ઇઝરાયલી પ્રજા આગળ મૂક્યો તે આ છે:


અને એવી કઈ મોટી દેશજાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા અદલ વિધિઓ તથા કાનૂનો હોય?


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


Lean sinn:

Sanasan


Sanasan