Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 26:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તોપણ શાફાનના પુત્ર અહીકામે યર્મિયાનો પક્ષ લીધો, તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 પણ શાફાનના પુત્ર અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પરંતુ શાફાનના દીકરા અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા સારુ લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યર્મિયાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યર્મિયાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 26:24
21 Iomraidhean Croise  

કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યાં, ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું.)


જે લોકોને દેશમાં રહેવા દેવામાં આવ્યા, એટલે જેમને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશમાં રહેવા દીધા, તેઓ પર તેણે શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સૂબો ઠરાવ્યો.


તેણે હિલ્કિયાને, શાફાનના પુત્ર અહીકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાફાન ચિટનીસને તથા રાજાના સેવક અસાયાને આજ્ઞા કરી,


તે સર્વની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બેઉની મારફતે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે:


ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાનાં વચનો યહોવાના મંદિરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન ચિટનીસના પુત્ર ગમાર્યાની ઉપરના આંગણામાંના ઓરડામાં, અને યહોવાના મંદિરના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ લખેલું વાંચી સંભળાવ્યું.


જ્યારે શાફાનના પુત્ર ગમાર્યાના પુત્ર મીખાયાએ પુસ્તકમાંથી યહોવાનાં સર્વ વચનો સાંભળ્યાં,


ત્યારે તે રાજાના મહેલમાં ચિટનીસના ઓરડામાં ઊતરીને ગયો; અને ત્યાં સર્વ સરદારો, એટલે ચિટનીસ અલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર ઓલ્નાથાન, શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા તથા સર્વ સરદારો બેઠેલા હતા.


ત્યારે સરદારોએ બારુખને કહ્યું, “જા, તું તથા યર્મિયા બન્ને સંતાઈ જાઓ; અને તમે ક્યાં છો, તે કોઈને માલૂમ પડે નહિ.”


પછી રાજાએ પોતાના પુત્ર યરાહમેલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દેલના પુત્ર શેલેમ્યાને, બારુખ લેખકને તથા યર્મિયા પ્રબોધકને પકડવાની આજ્ઞા આપી; પણ યહોવાએ તેમને સંતાડી રાખ્યા.


માણસ મોકલીને યર્મિયાને ચોકીમાંથી કાઢયો, ને તેને ઘેર લઈ જવા માટે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો. અને યર્મિયા લોકોમાં જઈને રહ્યો.


તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા [નીકળતા હતા] , અને તેની વાસ બધે પ્રસરતી હતી.


તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કકડેકકડા કરશે, એવો ભય લાગવાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી, “જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવી કિલ્લામાં લઈ આવો.”


પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતાં અટકાવ્યા. અને આજ્ઞા કરી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું.


પણ પૃથ્વીએ તે સ્‍ત્રીને સહાય કરી, એટલે તે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan