Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 26:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પરંતુ ખચીત જાણજો કે જો તમે મને મારી નાખશો, તો તમે તમારા પર, આ નગર પર તથા તેના રહેવાસીઓ પર નિર્દોષ રક્ત પાડવાનો દોષ લાવશો; કેમ કે આ સર્વ વચન તમને કાનોકાન કહેવા માટે યહોવાએ ખરેખર મને તમારી પાસે મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પરંતુ એટલું જાણી લો કે જો તમે મને મારી નાખશો તો તમારે શિરે, આ નગર પર અને તેના રહેવાસીઓ પર તમે નિર્દોષજનનું લોહી વહેવડાવવાનો દોષ લાવશો. કારણ, તમને આ ચેતવણી રૂબરૂમાં સંભળાવવા પ્રભુએ મને મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ શહેર અને એના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લીધાના અપરાધી ઠરશો. કારણ યહોવાએ મને ખરેખર આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 26:15
21 Iomraidhean Croise  

અને તેમણે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.


અને રૂબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને નહોતું કહ્યું કે, આ છોકરાં સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહિ. તેથી હવે જુઓ, તેના રક્તનો બદલો લેવામાં આવે છે.”


કેમ કે જે નિર્દોષ રક્તથી યરુશાલેમને ભરી દીધું હતું, તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતા.


એ પ્રમાણે યોઆશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતાં તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું, “યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો.”


છ વાનાં યહોવા ધિક્કારે છે; હા, સાત વાનાં પ્રભુને કંટાળો ઉપજાવે છે:


એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;


“તમારા પુત્રોને મેં માર્યા તે વ્યર્થ છે; તેઓએ શિક્ષા ગણકારી નથી; તમારી તરવારે વિનાશક સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ નાખ્યા છે.


વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ આ બધા ઉપર તે [રક્ત] છે.


પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું, તથા જુલમ અને બલાત્કાર ગુજારવો, એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હ્રદય લાગેલાં નથી.”


યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.


ત્યારે યર્મિયાએ સર્વ સરદારોને તથા સર્વ લોકોને કહ્યું, “જે જે ભવિષ્યવચનો તમે સાંભળ્યાં છે તે સર્વ આ મંદિરની તથા આ નગરની વિરુદ્ધ કહેવાને યહોવાએ મેન મોકલ્યો છે.


યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,


જો પરદેશી, અનાથ તથા વિધવા પર તમે જુલમ ન કરો, ને આ ઠેકાણે નિર્દોષ રક્ત ન પાડો, ને અન્ય દેવોની પાછળ ચાલીને પોતાનું નુકસાન ન કરો;


એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.


ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું, “રાબ્બી, શું તે હું છું?” તે તેને કહે છે, “તેં પોતે જ કહ્યું.”


અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી.


તેણે ઘૂંટણે પડીને મોટા અવાજે કહ્યું, “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો.” એમ કહીને તે ઊંઘી ગયો.


કે જે દેશ યહોવા તારા ઈશ્વર વારસાને માટે તને આપે છે, તેમાં નિર્દોષ લોહી વહેવડાવવામાં ન આવે, ને એમ તને લોહીનો દોષ ન લાગે.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


Lean sinn:

Sanasan


Sanasan