Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:9
48 Iomraidhean Croise  

યહોવા પોતાના સેવક પ્રબોધક હસ્તક પોતાનું જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કારદીઓની ટોળીઓ, અરામીઓની ટોળીઓ, મોઆબીઓની ટોળીઓ તથા આમોનપુત્રોની ટોળીઓ મોકલી. તેમણે તે યુહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે મોકલી.


માટે યહોવાનો કોપ યહૂદિયા તથા યરુશાલેમ પર આવી પડ્યો છે, જેમ તમે તમારી નજરે જુઓ છો તેમ તેમણે તેઓને આમતેમ હડસેલા ખાવાને, ને અચંબારૂપ તથા ફિટકારરૂપ થવા માટે સોંપી દીધાં છે.


એટલે યર્મિયાના મુખથી [બોલાયેલું] યહોવાનું વચન પૂરું થવા માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી; કારણ કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો તેટલો વિશ્રામ [દેશે] પાળ્યો.


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


“અરે આશૂર, તે મારા રોષનો દંડ છે, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે!


મેં મારા પવિત્ર કરાયેલાઓને આજ્ઞા આપી છે, મેં મારા શૂરવીરોને પણ, એટલે મારા બડાઈ મારનારા ગર્વિષ્ઠોને, મારા રોષને લીધે બોલાવ્યા છે.


તમારા દીકરાઓ કે જે તમારાથી ઉત્પન્ન થશે, જેઓને તમે જન્મ આપશો, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં ખોજા થશે.”


તે જ કોરેશ વિષે કહે છે કે તે મારો ઘેટાંપાળક છે, તે મારો બધો મનોરથ પૂરો કરશે, વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું [ફરી] બંધાઈશ; અને મંદિરનો પાયો નાખવામાં આવશે.’”


યહોવાએ મને કહ્યું, “ઉત્તર તરફથી દેશના સર્વ રહેવાસીઓ પર વિપત્તિ આવી પડશે.


કેમ કે યહોવા કહે છે, જો, હું ઉત્તરનાં રાજ્યોમાંના સર્વ કુળોને બોલાવીશ; અને તેઓ આવશે, ને યરુશાલેમના દરવાજાઓની પાસે, તથા આસપાસ તેના સર્વ કોટોની સામે, તથા યહૂદિયાનાં સર્વ નગરોની સામે, તેઓ પોતપોતાનું આસન ઊભું કરશે.


જુઓ, બૂમબરાડાનો અવાજ પાસે આવે છે, ને ઉત્તર દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે, જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય ને તેમાં શિયાળવાં વસે.


[યહોવા કહે છે,] “જે વારસો મેં મારા લોકોને, એટલે ઇઝરાયલને, આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ અડકે છે, તેઓ સર્વને જુઓ, હું તેઓની ભૂમિમાંથી ઉખેડી નાખીશ, ને તેઓની વચ્ચેથી યહૂદાના વંશજોને ઉખેડી નાખીશ.


અને તેમનો દેશ વિસ્મય તથા નિરંતર ફિટકાર ઉપજાવે એવો થાય; જે કોઈ તેની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને પોતાનું માથું હલાવશે.


તરુણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓએ ગર્જના કરી છે; તેઓએ તેની ભૂમિ ઉજ્જડ કરી છે; તેનાં નગરો બાળી નંખાયેલાં છે, ને તેઓમાં કોઈ રહેતું નથી.


કેમ કે યહોવા કહે છે કે, તું પોતાને તથા પોતાના સર્વ મિત્રોને ભયરૂપ થઈ પડે એવું હું કરીશ; તેઓ પોતાના શત્રુઓની તરવારથી માર્યા જશે, ને તે તું તારી નજરે જોશે; અને હું આખો યહૂદિયા બાબિલના રાજાના હાથમાં સોંપીશ; ને તે તેઓને બંદીવાન કરીને બાબિલમાં લઈ જશે, ને તરવારથી તેઓને મારી નાખશે.


હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ; જે જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ, ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ થશે.


તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: “તમે મારાં વચનો સાંભળ્યાં નહિ,


તરવાર, દુકાળ તથા મરકીથી હું તેઓની પાછળ પડીશ, ને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તેઓને અહીં તહીં વિખેરી નાખીશ, જેથી જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢયા છે તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય, ફિટકાર તથા નિંદારૂપ થાય.


પણ જ્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ દેશ પર ચઢી આવ્યો, ત્યારે અમે કહ્યું, ચાલો ખાલદીઓના સૈન્યની તથા અરામીઓના સૈન્યની બીકને લીધે આપણે યરુશાલેમમાં [રહેવા] જઈએ. તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”


“જે દિવસથી મેં તારી સાથે વાત કરી, એટલે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ તથા યહૂદિયાની વિરુદ્ધ તથા સર્વ પ્રજાઓની વિરુદ્ધ જે વચનો મેં તને કહ્યાં છે, તે સર્વ એક ઓળિયામાં લખ.


યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે તું લખ, ‘બાબિલનો રાજા ખચીત આવીને આ દેશનો નાશ કરશે, ને તેમાંનાં મનુષ્યો તથ પશુઓનો નાશ થશે, એમ યહોવા કહે છે, એવું આ ઓળિયામાં તેં શા વાસ્ત લખ્યું છે, ’ એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


પછી રક્ષકટુકડીના સરદારે યર્મિયાને તેડાવીને તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાએ આ સ્થાન પર આ વિપત્તિ લાવવાને નિર્માણ કર્યું હતું;


અને તેઓને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને તેડી મંગાવીશ, ને જે પથ્થરો મેં સંતાડયા છે, તેઓ પર તેનું રાજ્યાસન ઊભું કરીશ; અને તે પોતાનો ભવ્ય મંડપ તેઓ ઉતર ઊભો કરશે.


મિસર સુંદર વાછરડી છે! પણ ઉત્તર તરફથી નાશ આવ્યો છે, તે આવ્યો છે.


જુઓ, સિંહ યર્દનના પૂરથી ચઢી આવે તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે; પણ હું તેને ઓચિંતો ત્યાંથી નસાડીશ. અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જેવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


હે બિન્યામીનના પુત્રો, યરુશાલેમમાંથી જીવ લઈને નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો, ને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો; કેમ કે ઉત્તરથી વિપત્તિ તથા મોટો નાશ આવે છે.


તેના ઘોડાઓનો હણહણાટ દાનથી સંભળાય છે! તેના સમર્થોના ખોંખારાના અવાજથી આખી ભૂમિ કંપે છે! તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર તથા તેના રહેવાસીઓને ખાઈ નાખ્યાં છે.’


વસતિવાળાં નગરોને વેરાન કરવામાં આવશે, ને દેશ ઉજજડ થશે; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


વળી તેઓ એક લશ્કરની ટુકડીને તારી સામે લઈ આવશે, ને તેઓ તને પથ્થરે મારશે, ને પોતાની તરવારોથી તને વીંધી નાખશે.


તેનો ઉપયોગ કરવામાં આવે માટે તેને ઓપ આપવા માટે આપી છે. તરવાર તો સંહારકના હાથમાં આપવા માટે સરાણે ચઢાવેલી છે, હા, તેને તો ઓપ ચઢાવેલો છે.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.


માટે પ્રભુ યહોવા કહે છે કે, બાકી રહેલી પ્રજાઓ તથા આખું અદોમ, જેઓએ દ્વેષબુદ્ધિથી મારા દેશને લૂંટી લેવા માટે તેને પોતાના હ્રદયના પૂરા હર્ષથી પોતાને માટે વતન તરીકે ઠરાવ્યો છે, તેઓની વિરુદ્ધ નક્કી હું ઈર્ષાના આવેશથી બોલ્યો છું.


હે રાજાજી, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં:


હે મારા ઈશ્વર યહોવા, મારા પવિત્ર ઈશ્વર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તમે શિક્ષાને માટે તેને નિર્માણ કર્યો છે; અને હે [મારા] ખડક, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.


એથી તે પોતાની જાળ ખાલી કરશે શું, ને પ્રજાઓનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?


અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તને લઈ જશે તેઓ મધ્યે તું આશ્રર્યરૂપ તથા મજાકરૂપ તથા મશ્કરીરૂપ થઈ પડશે.


Lean sinn:

Sanasan


Sanasan