Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 પાળકોને તથા ટોળાંના સરદારોને નાસવાનો અને બચાવાનો કોઈ રસ્તો સૂઝશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 પાલકોને નાસી છૂટવાનો કોઈ માર્ગ રહેશે નહિ, અને માલિકને બચાવવાનો કોઈ ઉપાય રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પાળકો તથા ટોળાંના સરદારોને નાસવાનો કે બચવાનો કોઈ રસ્તો પણ મળશે નહિ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ, નાસી જવાને રસ્તો પણ નહિ મળે. હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:35
21 Iomraidhean Croise  

પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે, અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહિ રહે, અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”


મારે જમણે હાથે જુઓ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી; મારે કોઈનો આશરો નથી; કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી.


તે માટે યહોવા કહે છે, “જુઓ, જેથી તેઓ બચી શકે નહિ એવી વિપત્તિ હું તેઓ પર લાવીશ. અને તેઓ મને હાંક મારશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.


પાળકોની બૂમનો પોકાર તથા ટોળાંના સરદારોનું રડવું [સંભળાય છે] ; કેમ કે યહોવા તેઓનું બીડ ઉજજડ કરી નાંખે છે.


અને યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી છૂટશે નહિ, તેને ખચીત બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે, તે તેની સાથે મોઢામોઢ વાત કરશે, બન્ને એકબીજાને નજરોનજર જોશે.


તું તેના હાથમાંથી છૂટીશ નહિ, પણ તું અવશ્ય પકડાશે ને તેના હથામાં સોંપાશે. અને તારી ને બાબિલના રાજાની આંખેઆંખ મળશે, ને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે, ને તું બાબિલ જશે.’”


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


પણ જો તમે બાબિલના રાજાના સરદારોને શરણે નહિ થાઓ, તો આ નગર ખાલદીઓના હાથમાં સોંપવામાં આવશે, ને તમે તેઓના હાથમાંથી છૂટશો નહિ.”


તેઓ તમારી સર્વ સ્ત્રીઓને તથા તમારાં છોકરાંને ખાલદીઓની પાસે લઈ જશે. તમે પણ તેઓના હાથમાંથી છૂટશો નહિ, પણ બાબિલના રાજાના હાથથી પકડાશો. અને તમે આ નગરને બાળી નંખાવશો.”


જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે; અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળશે તે છટકામાં સપડાશે; કેમ કે હું તેના પર, એટલે મોઆબ પર, તેના શાસનનું વર્ષ લાવીશ, એવું યહોવા કહે છે.


પણ તેને ઘોડા તથા ઘણા લોકો આપવામાં આવે ઞર મતલબથી તેણે પોતાના એલચીઓને મિસરમાં મોકલીને તેની વિરુદ્ધ બંડ કર્યું, શું તે ફતેહ પામશે? આવા કામો કરનાર શું બચી જશે? શુ તે કરાર તોડ્યા છતાં પણ બચી જશે?


કેમ કે કરાર તોડીને તેણે સોગનને તુચ્છ ગણ્યા છે. અને જુઓ, કોલ આપ્યા છતાં તેણે આ સર્વ કામો કર્યા છે. તે બચવાનો જ નથી.


તે જે રાત્રે ખાલદીઓનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


અને વેગવાનની દોડવાની શક્તિ ખૂટી જશે, બળવાનનું બળ રહેશે નહિ, શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan