Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘‘જુઓ, વિપત્તિ દેશેદેશ ફેલાશે, ને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 સેનાધિપતિ પ્રભુ કહે છે, “એક પછી એક દેશ પર વિપત્તિ આવી રહી છે અને પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોથી એક મોટું વાવાઝોડું ફુંકાવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ રહી છે, પૃથ્વીના છેક છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં, એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે, પૃથ્વીના દૂર દૂરને છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:32
12 Iomraidhean Croise  

પ્રજાઓ એકબીજાની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમાલ થતાં હતાં, કેમ કે ઈશ્વર તેઓને જાતજાતની વિપત્તિઓરૂપે શિક્ષા કરતાં હતાં.


યહોવા પોતાની વિજયી ગર્જના સંભળાવશે, ને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઊતરી પડવું દેખાડશે.


કેમ કે સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાને ક્રોધ ચઢયો છે; પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યાં છે, તેઓને સંહારને આધીન કર્યાં છે.


તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે, ને તેમનાં સર્વ ધનુષ્યો તાણેલાં છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી, અને તેમનાં પૈડાં વંટોળિયાના જેવાં છે.


“કેમ કે હું તેઓનાં કામ તથા તેઓના વિચારો [જાણું છું] ; સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષાઓ બોલનાર લોકોને એકત્ર કરવાનો [સમય] આવે છે; તેઓ આવીને મારો મહિમા જોશે.


જુઓ, યહોવાનો વંટોળિયો, એટલે તેમનો કોપ, પ્રગટ થયો છે. હા, ઘૂમરી મારતો વંટોળિયો; દુષ્ટોના માથા પર આવી પડશે.


જુઓ, યહોવાનો વંટોળિયો, હા, તેમનો ક્રોધ, પ્રગટયો છે; તે વંટોળિયાની જેમ દુષ્ટોને માથે આવી પડશે.


યહોવા આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે; અને પૃથ્વીના છેક છેડેથી એક મોટી પ્રજા ચઢી આવશે.


તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે: તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી; સમુદ્રની ગર્જના જેવો તેઓનો ઘાંટો છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; હે સિયોનની દીકરી, જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી સામે સજ્જ થયેલા છે.


“માટે, ” યહોવા કહે છે, “હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી રાહ જુઓ; કેમ કે પ્રજાઓને એકત્ર કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે.


વળી તેમણે તેઓને કહ્યું, “પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે.


સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાંઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે.


Lean sinn:

Sanasan


Sanasan