Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે; કેમ કે વિદેશીઓની સાથે યહોવા વિવાદ કરે છે, તે સર્વ મનુષ્યજાતિનો ન્યાય કરશે; જે દુષ્ટ છે તેઓને તે તરવારને સ્વાધીન કરશે, ” એવુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 અને પૃથ્વીના છેડા સુધી તેનો પડઘો પડશે. કારણ, પ્રભુને સર્વ દેશોના લોકોની વિરુદ્ધ ફરિયાદ છે અને તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.’ હું પ્રભુ આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે. કેમ કે દેશના લોકો સાથે યહોવાહ વિવાદ કરે છે. તે સર્વ માણસોનો ન્યાય કરશે. તે દુષ્ટોનો તલવારથી સંહાર કરશે.” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે. યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે, તે બધા માણસોનો ન્યાય કરે છે. તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.’” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:31
14 Iomraidhean Croise  

લડાઈના કોલાહલથી લોકો નાસે છે; તમે લડવા ઊઠયા તેથી વિદેશીઓ વિખેરાયા છે.


કેમ કે સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાને ક્રોધ ચઢયો છે; પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યાં છે, તેઓને સંહારને આધીન કર્યાં છે.


કેમ કે તે યહોવાનો વેર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.


કેમ કે યહોવા સર્વ માણસજાત સાથે અગ્નિથી તથા પોતાની તરવારથી વાદ કરનાર છે; અને યહોવાથી વીંધાયેલા ઘણા થશે.


તોપણ તેં કહ્યું, ‘હું નિર્દોષ છું; તેનો કોપ મારા પરથી ખચીત ઊતર્યો છે!’ તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી, ’ તે માટે, જો, હું તારો ન્યાય કરીશ.


જુઓ, યહોવાનો વંટોળિયો, એટલે તેમનો કોપ, પ્રગટ થયો છે. હા, ઘૂમરી મારતો વંટોળિયો; દુષ્ટોના માથા પર આવી પડશે.


શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”


કેમ કે તે દિવસ, એટલે યહોવાનો દિવસ નજીક છે, તે મિઘોમય દિવસ છે. એ વિદેશીઓનો સમય થશે.


વળી હું મરકીથી તથા ખૂનરેજીથી તેને શિક્ષા કરીશ; અને હું તેના ઉપર, તેનાં સૈન્ય ઉપર તથા તેની સાથેના ઘણી જાતના લોકો ઉપર પૂર લાવે એવો વરસાદ, મોટા કરા, અગ્નિ તથા ગંધક વરસાવીશ.


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.


ત્યારે હું સર્વ પ્રજાઓને એકત્ર કરીને તેમને યોહાશાફાટની ખીણમાં દોરી લાવીશ; અને મારા લોકો, એટલે મારો વારસો ઇઝરાયલ, જેને તેઓએ ભિન્ન ભિન્ન પ્રજાઓમાં વિખેરી નાખીને મારો દેશ વહેંચી લીધો છે, તેને માટે હું તેમની આગળ વકીલાત કરીશ.


હે પર્વતો તથા પૃથ્વીના અચળ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો; કેમ કે યહોવાને પોતાના લોકોની સામે ફરિયાદ છે. તે ઇઝરાયલની સાથે વાદવિવાદ ચલાવશે.


Lean sinn:

Sanasan


Sanasan