Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના તેરમા વર્ષથી તે આજ સુધી, એટલે ત્રેવીસ વરસની મુદત પર્યંત, યહોવાનું વચન મારી પાસે આવ્યું છે, હું પ્રાત:કાળે ઊઠીને તમને આગ્રહથી કહેતો આવ્યો છું; પણ તમે [મારું] સાંભળ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેણે કહ્યું, “પાછલાં ત્રેવીસ વર્ષથી એટલે આમોનના પુત્ર યહૂદિયાના રાજા યોશિયાના તેરમા વર્ષથી આજ સુધી પ્રભુનો સંદેશ મને મળ્યો છે અને મેં તમને એ સંદેશ વારંવાર આગ્રહથી કહી સંભળાવ્યો છે. પણ તમે મારું સાંભળ્યું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના તેરમા વર્ષથી તે આજ પર્યંત એટલે ત્રેવીસ વર્ષની મુદત સુધી યહોવાહનું વચન મારી પાસે આવ્યું. કે હું આગ્રહથી તમને કહેતો આવ્યો છું, છતાં તમે મારું સાંભળ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:3
32 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો, ને ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દિકરા ઇસહાકને પોતાની સાથે લીધા; અને તેણે દહનીયાર્પણને માટે લાકડાં‍ ચીર્યાં, ને તે ઊઠયો, ને ઈશ્વરે તેને જે જગા બતાવી હતી ત્યાં ગયો.


ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ-ગિલ્યાદ આપણું છે, ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ, ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી?”


તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક ર્દષ્ટા મારફતે ઇઝરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું, “તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.”


તોપણ તેઓને પોતાની તરફ ફેરવી લાવવાને યહોવાએ તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા, અને તેઓએ તેઓને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.


યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે આઠ વર્ષનો હતો; તેને એકત્રીસ વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું.


તેના રાજ્યને આઠમે વર્ષે, તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલાંમા તો તેણે પોતાના પિતા દાઉદના ઈશ્વરની ઉપાસના કરવા માંડી. બારમે વર્ષે ઉચ્ચસ્થાનો તથા અશેરીમ [મૂર્તિઓ] કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મુર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.


પોતાના રાજ્યને અઢારમે વર્ષે, દેશને તથા મંદિરને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના ઈશ્વર યહોવાનું મંદિર‍‍ સમારવા માટે મોકલ્યા,


તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ પોતાના સંદેશિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી; કેમ કે તેમને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી.


મારા લોકો મારું સાંભળે, અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!


અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહેજે. જો, તે ઘાટ ઉપર જવાનો છે. અને તેને કહે, ‘યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે.


જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.


યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના સમયમાં, એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે, યહોવાનું વચન એની પાસે આવ્યું.


કેમ કે જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ત્યારથી તે આજ દિવસ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેમને ખંતથી એવો સુબોધ આપતો આવ્યો છું કે, ‘મારું વચન માનો.’


“સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ નગર પર તથા તેનાં સર્વ ગામો પર, જે આવનારી સર્વ વિપત્તિ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ પોતાની ગરદન અક્કડ કરીને મારાં વચનો સાંભળ્યાં નથી.”


હું તારી આબાદીના વખતમાં તને કહેતો; ત્યારે તું બોલતો કે, ‘હું સાંભળીશ નહિ’ તારી તરુણાવસ્થાથી તારી રીતભાત એવી હતી કે, તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.


વળી યહોવાએ પ્રાત:કાળે ઊઠીને પોતાના સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને, તમારી પાસે મોકલ્યા, પણ તમે [તેઓનું] સાંભળ્યું નહિ, ને સાંભળવાને કાન ધર્યો નહિ.


તથા મારા સેવકોને એટલે પ્રબોધકોને હું પ્રાત:કાળે ઊઠીને તમારી પાસે મોકલતો આવ્યો છું, તેઓનાં વચનો જો તમે માનશો નહિ, ને મારું કહેવું સાંભળશો નહિ (તમે તો મારું કહેવું સાંભળ્યું નહિ);


કેમ કે મેં પ્રાત:કાળે ઊઠીને મારા સેવકો, એટલે મારા પ્રબોધકો મારફતે, જે મારાં વચનો કહેવડાવ્યાં હતાં તે તેઓએ સાંભળ્યાં નથી, એવું યહોવા કહે છે; પણ તમે સાંભળ્યું નહિ, ” એવું યહોવા કહે છે.


તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે! મેં પ્રાત:કાળે ઊઠીને ને ઉપદેશ કરીને તેઓને સમજાવ્યું છે, તોપણ તેઓએ સાંભળ્યું નહિ ને મારો બોધ લક્ષમાં લીધો નહિ.


રેખાબના પુત્ર યોનાદાબે દ્રાક્ષારસ પીવા વિષે પોતાના પુત્રોને નિષેધ કર્યો હતો તે માનવામાં આવ્યો છે, ને આજ સુધી તેઓ તે પીતા નથી, તેઓ પોતાના પિતાની આજ્ઞા પાળતા આવ્યા છે, પણ મેં તો પ્રાત:કાળે ઊઠીને આગ્રહથી તમને કહ્યું છે; તોપણ તમે મારું કહ્યું સાંભળ્યું નહિ.


મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.


વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાનું આ વચન યર્મિયાની પાસે આવ્યું:


“જે દિવસથી મેં તારી સાથે વાત કરી, એટલે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ તથા યહૂદિયાની વિરુદ્ધ તથા સર્વ પ્રજાઓની વિરુદ્ધ જે વચનો મેં તને કહ્યાં છે, તે સર્વ એક ઓળિયામાં લખ.


એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.


યહોવા કહે છે, હમણાં તમે એ સર્વ કામો કર્યાં છે, ને હું પ્રાત:કાળે ઊઠીને તમને કહેતો હતો, પણ તમે સાંભળ્યું નહિ:મેં તમને બોલાવ્યા, પણ તમે ઉત્તર આપ્યો નહિ.


જે દિવસે તમારા પૂર્વજો મિસર દેશમાંથી નીકળ્યા, ત્યારથી તે અદ્યાપિ પર્યંત હું નિત્ય પ્રાત:કાળે ઊઠીને, મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને, તમારી પાસે મોકલતો આવ્યો છું.


ત્યારે જે કોઈ રણશિંગડાનો અવાજ સાંભળીને ચેતે નહિ, ને તરવાર આવીને તેનો સંહાર કરે, તો તેનું રક્ત તેને પોતાને માથે.


તમારા પૂર્વજો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા હતા કે, ‘સૈન્યોના [ઇશ્વર] યહોવા એમ કહે છે કે, તમે હવે તમારા કુમાર્ગોથી તથા તમારાં કુકર્મોથી ફરો, ’ પણ તેઓએ સાંભળ્યું નહિ, ને મારા તરફ લક્ષ પણ આપ્યું નહિ, તેઓના જેવા તમે ન થાઓ, એમ યહોવા કહે છે.


અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.


પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યા ત્યારે બધા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે બેસીને તેઓને બોધ કર્યો.


જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં વચન સાંભળે છે. તમે ઈશ્વરના નથી, માટે તમે એ સાંભળતા નથી.”


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


Lean sinn:

Sanasan


Sanasan