અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, સૂરના રાજા પાસે, તથા સિદોનના રાજા પાસે તે મોકલ.
મોઆબ વિષે:સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “નબોને અફસોસ! કેમ કે તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે, તથા તેને જીતી લેવામાં આવ્યું છે. મિસ્ગાબ લજ્જિત તથા પાયમાલ થયું છે.
આમ્મોનીઓ વિષેની વાત. યહોવા કહે છે, “શું ઇઝરાયલને પુત્રો નથી? શું તેને કોઈ વારસ નથી? તો મિલ્કોમે ગાદના વારસાનો ભોગવટો કેમ કર્યો છે? તેના લોકો ત્યાંના નગરોમાં કેમ વસ્યા છે?
મિસરને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને તથા જેઓની દાઢી બાજુએથી મુંડેલી છે, જેઓ રાનમાં વસે છે, તે સર્વને જોઈ લઈશ! કેમ કે સર્વ વિદેશીઓ બેસુન્નત છે, ને ઇઝરાયલના વંશના સર્વ લોકો હ્રદયમાં બેસુન્નત છે.”
ત્યાં અદોમ, તેના રાજાઓ તથા તેના સર્વ સરદારો છે, જેઓ એટલા બધા પરાક્રમી છતાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડ્યા છે, તેઓ બેસુન્નતો સાથે તથા કબરમાં ઊતરનારાઓની સાથે પડી રહેશે.
યહોવા કહે છે: “અદોમના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તે તરવાર લઈને પોતાના ભાઈની પાછળ પડ્યો, ને દયાનો છેક ત્યાગ કર્યો, ને ક્રોધના આવેશમાં નિત્ય મારફાડ કરતો હતો, ને તેનો રોષ કદી શમી ગયો નહિ.
યહોવા કહે છે: “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેમની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે પોતાના પ્રદેશ ની સરહદ વધારવા માટે તેઓએ ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
યાકૂબના વંશજો અગ્નિરૂપ, ને યૂસફના વંશજો ભડકારૂપ થશે, ને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે, ને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે; અને એસાવના વંશજોમાંનું કોઈ [માણસ] જીવતું રહેશે નહિ.” કેમ કે યહોવા એ બોલ્યા છે.