Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 આ આખો દેશ ઉજ્જડ તથા ત્રાસજનક થઈ પડશે. અને આ પ્રજાઓ સિત્તર વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 આખો દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે અને આ લોકો સિત્તેર વર્ષ સુધી બેબિલોનના રાજાની ગુલામી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઈ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:11
23 Iomraidhean Croise  

તરવારથી બચેલાંઓને તે બાબિલ લઈ ગયો; તેઓ ઇરાનના રાજ્યના અમલ સુધી નબૂખાદનેસ્સારના તથા તેના વંશજોનાં ગુલામ થયા.


હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરાં ઊગશે. વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ.


અને સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હુમ બાબિલના રાજાને, તેની પ્રજાને, તથા ખાલદીઓના દેશને, તેઓના અન્યાયને લીધે જોઈ લઈશ, એવું યહોવા કહે છે; તે [દેશ] સદાકાળ ઉજ્જડ રહેશે.


તે સિંહની જેમ પોતાના જંગલમાંથી બહાર આવે છે; કેમ કે ઉપદ્રવ કરનારાના ક્રોધને લીધે તથા તેના ભારે કોપને લીધે તેઓનો દેશ વિસ્મય પમાડે એવો ઉજજડ થયો છે.


‘તેઓ બાબિલમાં લઈ જવામાં આવશે, ને હું તેઓને જોઈ લઉં ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે, એવું યહોવા કહે છે, પછી હું તેઓને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ.’”


તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે, ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેની, તેના પુત્રની તથા તેના પૌત્રની સેવા કરશે; [પરંતુ] ત્યારપછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે.


કેમ કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકી છે; તેઓ તેના દાસ થશે. વળી વગડામાંનાં પશુઓ પણ મેં તેને આપ્યાં છે.”


કેમ કે યહોવા કહે છે, “બાબિલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ, ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ.


મેં જોયું, તો જુઓ, રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી, અને યહોવાની સમક્ષ, તેમના ભારે કોપને લીધે, તેનાં સર્વ નગરો પાયમાલ થયાં હતાં.


કેમ કે યહોવા એવું કહે છે, “આખો દેશ ઉજ્જડ થશે, તોપણ એટલેથી હું તેનો અંત લાવીશ નહિ.


અને તેઓને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને તેડી મંગાવીશ, ને જે પથ્થરો મેં સંતાડયા છે, તેઓ પર તેનું રાજ્યાસન ઊભું કરીશ; અને તે પોતાનો ભવ્ય મંડપ તેઓ ઉતર ઊભો કરશે.


તમારાં દુષ્કર્મોને તથા તમારાં કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહિ; એથી જેમ આજે છે, તેમ તમારો દેશ ઉજ્જડ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસતિહીન થયો છે.


આ દેશના લોકોને કહે કે, યરુશાલેમના રહેવાસીઓ વિષે તથા ઇઝરાયલ દેશ વિષે પ્રભુ યહોવા કહે છે, કે તેઓ ચિંતાતુર થઈને પોતાની રોટલી ખાશે ને ભયભીત થઈને પોતાનું પાણી પીશે, જેથી તેના સર્વ રહેવાસીઓના જુલમને લીધે તેના દેશમાં જે સર્વ હોય તે નાશ પામે ને તે ઉજજડ થઈ જાય.


કોઈ માણસનો પગ પણ તેમાં ફરશે નહિ, તેમ કોઈ પશુનો પગ પણ તેમાં ફરશે નહિ, ને ચાળીસ વર્ષ સુધી તેમાં વસતિ પણ નહિ થશે.


હું મારો હાથ તેમના પર લંબાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે ભૂમિને દિબ્લા તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ તથા વેરાન કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


તેની કારકિર્દીના પહેલા વર્ષમાં હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી તે પ્રમાણે, યરુશાલેમની પાયમાલી થતાં સુધીની મુદતનાં સિત્તેર વર્ષો વિષેની ગણતરી [પવિત્ર] શાસ્ત્ર પરથી સમજ્યો.


અને હું દેશને ઉજ્જડ કરીશ, અને તમારા જે શત્રુઓ તેમાં રહે છે તેઓ એ જોઈને વિસ્મિત થશે.


તોપણ દેશ પોતાના રહેવાસીઓને લીધે એટલે તેઓનાં કર્મોના ફળને લીધે ઉજ્‍જડ થશે.


ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?”


“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, તમે આ સિત્તેર વર્ષો થયાં, પાંચમા તથા સાતમા [માસ] માં ઉપવાસ તથા શોક કર્યો, તે ઉપવાસ તમે જરાયે પણ મારે માટે, હા, મારે માટે કર્યો હતો?


Lean sinn:

Sanasan


Sanasan