Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 23:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હોય, તે ભલે સ્વપ્ન પ્રગટ કરે; અને જેની પાસે મારું વચન આવ્યું હોય, તે મારું વચન સત્યતાથી બોલે. ઘઉંની આગળ પરાળ શી વિસાતમાં છે?” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 જે સંદેશવાહકને સ્વપ્ન આવ્યું હોય તે માત્ર પોતાનું સ્વપ્ન કહી સંભળાવે, પણ જે સંદેશવાહકને મારો સંદેશ મળ્યો હોય તે નિષ્ઠાપૂર્વક મારો સંદેશ પ્રગટ કરે. ઘઉંની આગળ ભૂંસાની શી વિસાત?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હતું તે ભલે સ્વપ્ન પ્રગટ કરે. અને જેને મેં કંઈક પ્રગટ કર્યું છે તે ભલે મારાં વચન સત્યતાથી બોલે. ઘઉંની તુલનામાં પરાળની શી કિંમત?” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 23:28
15 Iomraidhean Croise  

મિખાયાએ કહ્યું, “જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે, તે જ હું બોલીશ.”


રાજાએ તેને કહ્યું, ”હું કેટલી વાર તને સોગન દઉં કે, તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”


વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ; પણ જૂઠો સાક્ષી જૂઠ જ ઊચરે છે.


હે મારા ઝુડાયેલા [લોકો] , મારી ખળીના દાણા, સૈન્યોના [ઈશ્વર] યહોવા જે ઈઝરાયલના ઈશ્વર છે તેમની પાસેથી જે સાંભળ્યું, તે મેં તેમને જણાવ્યું છે.”


‘મને સ્વપ્ન આવ્યું છે, મને સ્વપ્ન આવ્યુમ છે, ’ એવો જે પ્રબોધકો મારે નામે ખોટો પ્રબોધ કરે છે, તેઓએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે.


ત્યારે યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું, “મેં તમારું સાંભળ્યું છે. જુઓ, હું તમારા કહ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરીશ. અને યહોવા તમને જે કંઈ ઉત્તર આપશે, તેની હું તમને ખબર આપીશ; હું કંઈ પણ તમારાથી છાનું રાખીશ નહિ.”


[મેં પૂછયું] “ભૂમિ શા માટે નષ્ટ થઈ છે, તે શા માટે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી, એ [શા માટે બન્યું છે એ] સમજનાર બુદ્ધિમાન પુરુષ કોણ? વળી જેને યહોવાએ પોતાને મુખે એ પ્રગુ કરવાને કહ્યું છે તે કોણ?”


પરંતુ, હે સ્ત્રીઓ યહોવાનું વચન સાંભળો, ને તમારા કાન, તેમના મુખનાં વચન ગ્રહણ કરે, ને તમારી દીકરીઓને રુદન કરતાં શીખવો, ને તમે પોતપોતાના પડોશણને વિલાપ કરતાં શીખવો.


પ્રભુ યહોવા કહે છે કે, જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે તેવો પ્રબોધ કરે છે ને જેઓને કંઈ સંદર્શન થયું નથી, તેઓને સફસોસ!


તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ‍ચાકર કોણ છે?


પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્‍ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?


વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.


કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.


મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan