Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 23:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનું તમે સાંભળશો નહિ. તેઓ વ્યર્થ વાતો કરે છે. તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતા પણ પોતાના મનની કલ્પિત વાતો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી આ ચેતવણી છે. જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 23:16
26 Iomraidhean Croise  

અને કનાનાના દીકરા સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે.’”


[યહોવા] ના વિધિઓનો તથા તેમના પિતૃઓની‍‍ સાથે યહોવાએ કરેલા કરારનો, તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો. અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામાં થઈ ગયા, અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિષે યહોવાએ તેમને કહ્યું હતું, “તમારે તેમની જેમ કરવું નહિ, ” તેમનું અનુકરણ તેઓએ કર્યું.


ત્યારે ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કરીને તેઓને પૂછ્યું, “અમે રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરીએ કે નહિ? “તેઓએ કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે ઈશ્વર તેને રાજાના હાથમાં સોંપી દેશે.”


હે મારા દીકરા, જ્ઞાનની વાતોમાંથી માત્ર ભટકાવી દે તેવી શિખામણ સાંભળવાનું તું મૂકી દે.


પછી યહોવાએ મને કહ્યું, “પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત, તથા પોતાના હ્રદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.


યહોવા કહે છે, “તમારા પૂર્વજોને મારામાં શો અન્યાય માલૂમ પડયો છે કે, તેઓ મારાથી દૂર ગયા છે, ને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે, ને પોતે જ વ્યર્થ થયા છે?


મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા, તોપણ તેઓ દોડી ગયા; મેં તેઓની સાથે વાત કરી નહોતી, તોપણ તેઓએ પ્રબોધ કર્યો,


જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે, ને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે, તેઓના હ્રદયમાં એ ક્યાં સુધી રહેશે?


કેમ કે તેઓએ ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે, ને પોતાના પડોશીઓની સ્ત્રીઓની સાથે વ્યભિચાર કર્યો છે, અને મેં ફરમાવેલાં નહિ એવાં ખોટાં વચન તેઓ મારે નામે બોલ્યા છે. હું [એ વાતનો] જ્ઞાતા છું, ને હું સાક્ષી છું, ” એવું યહોવા કહે છે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, તમારી સાથે જે પ્રબોધકો છે તેઓથી તથા તમારા જોશીઓથી ભુલાવો ન ખાઓ, ને તમારાં સ્વપ્નો પર ધ્યાન ન આપો.


[મેં પૂછયું] “ભૂમિ શા માટે નષ્ટ થઈ છે, તે શા માટે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી, એ [શા માટે બન્યું છે એ] સમજનાર બુદ્ધિમાન પુરુષ કોણ? વળી જેને યહોવાએ પોતાને મુખે એ પ્રગુ કરવાને કહ્યું છે તે કોણ?”


પરંતુ, હે સ્ત્રીઓ યહોવાનું વચન સાંભળો, ને તમારા કાન, તેમના મુખનાં વચન ગ્રહણ કરે, ને તમારી દીકરીઓને રુદન કરતાં શીખવો, ને તમે પોતપોતાના પડોશણને વિલાપ કરતાં શીખવો.


તેના દરવાજા જમીનદોસ્ત થયા છે; પ્રભુએ તેની ભૂંગળોને ભાંગીને નષ્ટ કરી છે. જે વિદેશીઓમાં નિયમશાસ્‍ત્ર નથી હોતું તેવા લોકોમાં તેનો રાજા તથા તેના સરદારો છે! વળી તેના પ્રબોધકોને યહોવા તરફથી સંદર્શન થતું નથી.


એટલે ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે, ને શાંતિ ન છતાં તેને માટે શાંતિના સંદર્શન જુએ છે તેઓ [નષ્ટ થયા છે] , ” એવું પ્રભુ યહોવા કહે છે.


એથી હવે પછી તમને વ્યર્થ સંદર્શન થશે નહિ, તેમ જ તમે શકુન જોશો નહિ. હું મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


પ્રભુ યહોવા કહે છે કે, જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે તેવો પ્રબોધ કરે છે ને જેઓને કંઈ સંદર્શન થયું નથી, તેઓને સફસોસ!


જેઓને યહોવાએ મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે યહોવા આમ આમ કહે છે, તેઓને વ્યર્થતાનું તથા જૂઠા શકૂનનું દર્શન થયું છે અને તેઓએ માણસોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેમનું વચન ફળીભૂત થશે.


યહોવા ન બોલ્યા હોય તેમ છતાં, ‘યહોવા કહે છે, ’ એમ કહીને લોકોને વ્યર્થ સંદર્શનો ઊભાં કરીને ને તેમને જૂઠા શકુન જોઇ આપીને તેમના પ્રબોધકોએ કાચા કોલથી તેમને લપેડો કર્યો છે.


જો કોઈ નકામો ને દુરાચારી માણસ જૂઠું બોલીને પ્રબોધ કરે, “તમને દ્રાક્ષારસ તથા મધ મળશે, ” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.


જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.


કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ, અને તેમનો આભાર માન્યો નહિ. પણ તેઓએ મિથ્યા તર્ક-વિતર્કો કર્યા, અને તેઓનાં નિર્બુદ્ધ મન અંધકારમય થયાં.


વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ. કેમ કે જગતમાં જૂઠાં પ્રબોધકો ઘણાં નીકળ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan