Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે તેઓ જવાબ આપશે કે, ‘તેઓએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તજી દીધો, ને અન્ય દેવોની આરાધના તથા સેવા કરી, તે કારણ માટે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 અને તેઓ જ ઉત્તર આપશે કે, “એ લોકોએ પોતાના પ્રભુ સાથેનો કરાર તજી દઈને અન્ય દેવોની સેવાપૂજા કરી તેને લીધે એવું થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે તેઓ જવાબ આપશે કે, “તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યારે પ્રત્યુત્તર મળશે, ‘કારણ કે એ લોકોએ પોતાના દેવ યહોવા સાથેના કરારને ફગાવી દઇ બીજા દેવોની પૂજા કરી.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:9
16 Iomraidhean Croise  

અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે, તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે, ને છટ છટ કરશે; અને તેઓ કહેશે, ‘શા માટે યહોવાએ આ દેશના તથા આ મંદિરના આવા હાલ કર્યા હશે?’


કેમ કે તેઓએ પોતાના હાથનાં સર્વ કામથી મને રોષ ચઢાવવા માટે મારો ત્યાગ કર્યો છે; ને અન્ય દેવો આગળ ધૂપ બાળ્યો છે; માટે આ જગા પર મારો કોપ પ્રગટશે, ને તે હોલવાશે નહિ.


કારણ કે તેઓએ મને તજી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, અને પોતાના સર્વ કામોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તે માટે મારો કોપ આ જગા પર પ્રગટ થયો છે, ને હોલવાશે પણ નહિ.


તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”


તેઓને કહે, યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જે મનુષ્ય આ કરારનાં વચન માનતો નથી તે શાપિત થાઓ!


ત્યારે તું તેઓને કહેજે કે, યહોવા કહે છે કે, [વિપત્તિ આવવાનું] કારણ એ છે કે, તમારા પૂર્વજો મને તજીને અન્ય દેવોની પાછળ ગયા, ને તેઓની સેવા તથા આરાધના કરી, તેઓએ મારો ત્યાજ કર્યો, ને મારું નિયમશાસ્ત્ર પાળ્યું નહિ.


જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.


વળી યહોવા કહે છે, “મારું નિયમશાસ્ત્ર મેં તેઓની આગળ મૂક્યું, તેને તેઓએ તરછોડયું છે, ને મારું વચન સાંભળ્યું નથી, અને તે પ્રમાણે તેઓ ચાલ્યા નથી.


પણ હું તેઓમાંના થોડાક માણસોને તરવાર, દુકાળ તથા મરકી ના સપાટામાં થી જવતા રહેવા દઈશ, જેથી જે જે પ્રજાઓમાં તેઓ જાય ત્યાં તેઓ પોતાનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


તેમના આચરણ તથા તેમનાં કૃત્યો તમે જોશો, ત્યારે તે પરથી તમારા મનનું સાંત્વન થશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ મેં તે પર વિતાડ્યું છે તે કારણ વગર કર્યું નથી, એમ પ્રભુ યહોવા કહે છે.”


વળી બધીપ્રજાઓ જાણશે કે ઇઝરાયલ લોકો તેના દુરાચારને લીધે બંદીવાસમાં ગયા; તેઓએ મારો અપરાધ કર્યો, ને મેં પોતાનું મુખ તેઓથી અવળું ફેરવ્યું. તેથી મેં તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપ્યા, ને તેઓ સર્વ તરવારથી માર્યા ગયા.


એવી રીતે જ્યારે હું કોપમાં ને ક્રોધમાં, સખત ધમકીઓ સહિત તારા ઉપર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે તે તારી આસપાસની પ્રજાઓને ધમકીરૂપ, મહેણારૂપ, ચેતવણીરૂપ તથા અચંબારૂપ થઈ પડશે; હું યહોવા એ બોલ્યો છું.


ત્યારે સર્વ દેશજાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું હશે? [તેમના] આ મહા કોપની ઉગ્રતાનું શું કારણ છે?


Lean sinn:

Sanasan


Sanasan