Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 આ માણસ, એટલે કોનિયા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 મેં કહ્યું, “આ માણસ કોન્યા, માટીનું નકામું અને ભાંગેલું પાત્ર છે! તે અણગમતા પાત્ર જેવો છે! તો પછી તેને ફંગોળીને અજાણ્યા દેશમાં કેમ ફેંકી દેવામાં આવે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 મેં કહ્યું, આ માણસ કોન્યા, એટલે ફૂટેલા અને ફેંકી દીધેલા ઘડા જેવો છે. તેને તથા તેનાં બાળકોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે. અને એક એવી ભૂમિમા નાંખી દેવામાં આવ્યા છે જેને તેઓ જાણતા પણ નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:28
20 Iomraidhean Croise  

ત્યાં પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ પડતી મૂકી, ને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.


તે રાજા થયો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમા આઠ વર્ષ સુધી રાજ કર્યું. તે લોકોને અપ્રિય થઈ પડ્યો હતો. તેથી તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.


સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. હું ફૂટેલા વાસણ જેવો છું.


જો હું ખેતરમાં બહાર જાઉં, તો ત્યાં તરવારથી માર્યા ગયેલા! અને જો હું નગરમાં પેસું તો ત્યાં દુકાળથી પીડાતા! પ્રબોધક તથા યાજક બન્ને અજાણ્યા દેશમાં ભટકે છે, અને શું કરવું તે તેમને સૂઝતું નથી.”


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


અને તમે તો તમારા પૂર્વજો કરતાં વધારે પાપ કર્યું છે. કેમ કે તમે દરેક પોતપોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલો છો, ને મારી આજ્ઞા માનતા નથી.


જે વારસો મેં તને આપ્યો તેને તું પોતાની જાતે પડતો મૂકીશ, અને અજાણ્યા દેશમાં હું તારી પાસે તારા વૈરીઓની સેવા કરાવીશ; કેમ કે તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે, તે સર્વકાળ બળતો રહેશે.”


પણ જે દેશમાં પાછા આવવાને તેમનો જીવ તલપે છે, તેમાં તેઓ પાછા આવશે નહિ.


યહોવા કહે છે કે, લખી રાખો કે, આ પુરુષ નિ:સંતાન જશે, તેની આખી જિંદગીમાં તે સુખી થશે નહિ; અને તેના વંશમાંનો કોઈ પુરુષ દાઉદના રાજ્યાસન પર બેસીને, તથા યહૂદિયામાં અધિકાર ચલાવીને આબાદ થશે નહિ.”


યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને, યહૂદિયા ના સરદારોને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન કરીને લઈ ગયો; ત્યાર પછી, યહોવાના મંદિરની આગળ મૂકેલી અંજીરની બે ટોપલી યહોવાએ મને દેખાડી.


ત્યારે જે સ્તંભ, સમુદ્ર, પાયા તથા જે પાત્રો તે લઈ ગયો નહિ, પણ જે આ નગરમાં હજુ રહેલાં છે, તેઓ વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે,


હવે યહોયાકીમના પુત્ર કોનિયાને સ્થાને યોશિયાના પુત્ર સિદકિયા રાજાએ રાજ કર્યું, એને તો બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા દેશનો રાજા નીમ્યો હતો.


મોઆબનાં સર્વ ધાબાંઓ પર તથા તેના મહોલ્લાઓમાં બધે વિલાપ સંભળાય છે; કેમ કે અપ્રિય પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યો છે, એવું યહોવા કહે છે.


જો કે તે પોતાના ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો વાયુ આવશે, એટલે યહોવાનો વાયુ અરણ્ય તરફથી આવશે, તેથી તેના ઝરા સુકાઈ જશે,, ને તે જળાશય નિર્જળ થઈ જશે. તે સર્વ કિંમતી પાત્રોનો ભંડાર લૂંટશે.


ઇઝરાયલ ગરક થઈ ગયો છે. હાલમાં તેઓ વિદેશીઓમાં અળખામણા વાસણ જેવા છે.


Lean sinn:

Sanasan


Sanasan