Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 રે લબાનોનમાં રહેનારી, તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનાર, જ્યારે તને પ્રસૂતાના જેવી વેદના તથા કષ્ટ થશે, ત્યારે તું કેવી દયામણી થશે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 લબાનોનના વનનાં ગંધતરુક્ષ્ટના તમારા નિવાસોમાં તમે વસો છો, પણ જ્યારે તમારા પર વિપત્તિ આવી પડે ત્યારે તમારી દશા કેવી દયામણી થશે? તમે પ્રસૂતાના જેવી વેદનાથી કષ્ટાશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હે લબાનોનમાં રહેનારી તથા દેવદાર વૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “લબાનોનના એરેજવૃક્ષો મધ્યે ભવ્ય મહેલમાં સુખચેનથી રહેવું ઘણું સારું છે. પરંતુ પ્રસૂતાની વેદનાની જેમ તારા પર આફત આવશે ત્યારે તારી દશા, કેવી દયાજનક હશે!”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:23
18 Iomraidhean Croise  

યહોવા કહે છે, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી, તમે જે કહો છો, ‘અમારા પર કોણ ચઢી આવશે? અથવા અમારા ઘરોમાં આવવા [ની હિમ્મત] કોણ કરશે?’ જુઓ, હું તો તમારી વિરુદ્ધ છું.


કેમ કે યહૂદિયાના રાજાના મહેલ વિષે યહોવા કહે છે કે, તું મારે મન ગિલ્યાદ છે, તું લબાનોનનું શિર છે; તોપણ ખચીત હું તને વગડા તથા વસતિહીન નગરો સરખું કરીશ.


“બોડી ટેકરીઓ પર સાદ સાંભળવામાં આવ્યો છે, એટલે ઇઝરાયલના પુત્રોનું રુદન તથા [તેઓની] વિનંતીઓ [સાંભળવામાં આવી છે] ; કેમ કે તેઓ અવળા માર્ગે ચાલ્યા છે, તેમના ઈશ્વર યહોવાને તેઓ વીસરી ગયા છે.


અરે મોઆબના રહેવાસીઓ, તમે નગરો છોડીને ખડક પર વસો; અને ખાડાના મોંની બાજુમાં માળો બાંધનાર કબૂતર જેવા થાઓ.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


અમે તે વિષેના સમાચાર સાંભળ્યા છે; અમારા હાંજા ગગડી ગયા છે; અમને પીડા થાય છે, પ્રસૂતાના જેવી વેદના વળગી છે.


પ્રભુ યહોવા કહે છે કે, મોટી પાંખોવાળો તથા લાંબા પરવાળો, રંગબેરંગી પીંછાવાળો મોટો ગરૂડ લબાનોનમાં આવ્યો, બે એરેજવૃક્ષની ટોચ તેણે તોડી લીધી.


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


તેઓએ પોતાના અંત:કરણથી મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં [સૂતા સૂતા] બૂમરાણ કરે છે; તેઓ ધાન્ય તથા મદ્યને માટે એકત્ર થાય છે, તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે.


જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ ત્યાંથી મારો હાથ તેમને પકડી લાવશે. અને જો તેઓ આકાશમાં ચઢી જાય, તોપણ ત્યાંથી હું તેઓને નીચે ઉતારીશ.


યહોવા કહે છે, “જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢે, ને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ.


હાનિના પંજામાંથી ઊગરવાને માટે, પોતાનો માળો ઊંચો બાંધવાને માટે, પોતાના કુટુંબને માટે જે અન્યાયથી દ્રવ્ય મેળવે છે તેને અફસોસ!


અને તેણે કેનીઓને જોઈને દ્દષ્ટાંતરૂપે કહ્યું, “તારું રહેઠાણ મજબૂત છે, અને તારો માળો ખડકમાં બાંધેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan