Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પવન તારા સર્વ પાળકોનો આહાર થશે, ને તારા પ્રીતમો બંદીવાસમાં જશે; ત્યારે તું ખચીત તારી સર્વ દુષ્ટતાને લીધે શરમિંદો તથા લજ્જિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 અને તમારાં દુષ્ટ કાર્યોને લીધે પવન તમારા આગેવાનોનો આગેવાન બની તમને દૂર ઘસડી જશે અને તમારા મિત્રદેશોના લોકો પણ દેશનિકાલ થશે; તમારું નગર લજ્જિત અને અપમાનિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તારા સર્વ આગેવાનો પવન દ્વારા ઘસડાઇ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે દેશવટે લઇ જવામાં આવશે, આખરે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે, ને તું શરમ અનુભવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:22
24 Iomraidhean Croise  

અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


તે માટે પ્રભુ યહોવા કહે છે, “જુઓ મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો;


કેમ કે પાળકો પશુવત થયા છે, તેઓએ યહોવાની સલાહ પૂછી નથી; તેથી તેઓ સફળ થયા નથી, તેઓનાં સર્વ ટોળાં વિખેરાઈ ગયાં છે.


ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે, તેઓએ મારો વિભાગ પગ નીચે ખૂંદ્યો છે, તેઓએ મારો રળિયામણો વિભાગ ખેદાનમેદાન કરી નાખ્યો છે.


તું તારો માર્ગ બદલવા માટે આમતેમ કેમ ભટકે છે? તું આશૂરથી લજ્જિત થયો હતો તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.


તારા માથા પર તારા હાથ રાખીને તું તેની પાસેથી પણ નીકળી જઈશ, કેમ કે જેઓ પર તેં ભરોસો રાખ્યો તેઓને યહોવાએ નાકબૂલ કર્યા છે, ને તેઓથી તું સફળ થઈશ નહિ.


‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”


પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકરલ ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભુલાશે નહિ.


તારા સર્વ આશકો તને વીસરી ગયા છે, તેઓ તને શોધતા નથી; કેમ કે તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે. માટે મેં શત્રુ કરે એવા ઘાથી, હા, નિર્દય માણસ કરે એવી શિક્ષાથી, તને ઘાયલ કરી છે.


હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.


પ્રબોધકો તો વાયુરૂપ થઈ જશે, [પ્રભુનું] વચન તેઓમાં નથી. તેઓની પોતાની ગતિ એવી થશે.”


યહોવા કહે છે, “શું તેઓ મને રોષ ચઢાવે છે? શું પોતાના મુખની લાજને અર્થે તેઓ પોતાને જ ચીડવતા [અને બદનામ કરતા] નથી?”


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


જો કે તે પોતાના ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો વાયુ આવશે, એટલે યહોવાનો વાયુ અરણ્ય તરફથી આવશે, તેથી તેના ઝરા સુકાઈ જશે,, ને તે જળાશય નિર્જળ થઈ જશે. તે સર્વ કિંમતી પાત્રોનો ભંડાર લૂંટશે.


વાયુએ તેને પોતાની પાંખમાં વીંટી દીધી છે; તેઓ પોતાના યજ્ઞોને લીધે લજ્જિત થશે.


ટોળાને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના હાથ પર તથા તેની જમણી આંખ પર તરવાર આવશે. તેનો હાથ છેક સુકાઈ જશે, ને તેની જમણી આંખ છેક આંધળી થઈ જશે.”


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan