Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેણે ગરીબ અને લાચારને ઇનસાફ આપ્યો; તે સમયે તેને સુખ હતું. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એવું યહોવા કહે ચે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તે ગરીબ અને જુલમપીડિતોનો પક્ષ લેતો હતો. મારી સાથે આત્મીયતા હોવાનો અર્થ એ જ છે. હું પ્રભુ આ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી, તેથી તે બધી વાતે સુખી હતો. આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે. આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:16
25 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે.


જેઓ તમને ઓળખે છે તેમના ઉપર તમારી કૃપા, તથા જેઓનાં અંત:કરણ યથાર્થ છે તેઓના પર તમારું ન્યાયીપણું તમે જારી રાખજો.


તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી.


તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર, અને ગરીબ તથા દરીદ્રીને ન્યાય આપ.”


સારું કરતાં શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થતાં માણસોનું રક્ષણ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”


તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.


વળી તેઓથી તથા તેઓના પૂર્વજોથી અજાણી પ્રજામાં હું તેઓને વેરણખેરણ કરી નાખીશ; અને હું તેઓનો સંહાર થતાં સુધી તેઓની પાછળ તરવાર મોકલીશ.”


પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે કે, તે સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ. કરનાર યહોવા છું; કેમ કે તેઓમાં મારો આનંદ છે, ” એમ યહોવા કહે છે.


ધનુષ્ય ખેંચવામાં આવે છે તેમ તેઓ જૂઠું બોલવા માટે પોતાની જીભ ખેંચે છે. દેશમાં તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી. તેઓ દુષ્કર્મ કર્યા પછી એથી અધિક દુષ્કર્મ કરવા જાય છે, અને તેઓ મને ઓળખતા નથી, ” એવું યહોવા કહે છે.


હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?


તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તમારાં હતાં, ને તમે તેઓને મને આપ્યાં છે. અને તેઓએ તમારી વાત પાળી છે.


ત્યારે તેઓએ તેમને પૂછયું, “તમારા પિતા ક્યાં છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.”


તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.


યહોવા જેવા પવિત્ર કોઈ નથી; કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી; વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan