Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે કહે છે, ‘હું મારે માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, ’ ને તે પોતાને માટે [તેમાં] બારીઓ મૂકે છે; અને તેની છત પર એરેજકાષ્ટનાં પાટિયાં જડે છે, ને તેના પર હિંગળોક ચોપડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તે કહે છે, ‘હું મારે માટે ભવ્ય મહેલ બાંધીશ. તેમાં ઉપલે માળે ઉજાસવાળા મોટા મોટા ઓરડા હશે.’ તેથી તે મોટી મોટી બારીઓ મૂકાવે છે, અને તેની છત પર ગંધતરુના ક્ષ્ટનાં પાટિયાં જડે છે અને તેને સિંદુરના ચળક્તા લાલ રંગથી રંગાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “તે કહે છે, ‘હું મારા માટે જેમાં વિશાળ ઉપરી ઓરડાઓ હોય તેવો એક ભવ્ય મહેલ બંધાવીશ,’ પછી તેમાં બારીઓ મૂકાવીશ, સુગંધીદાર એરેજકાષ્ટથી તેને મઢાવીશ તથા મનમોહક કિરમજી રંગથી તેને રંગાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:14
13 Iomraidhean Croise  

રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “હવે જુઓ, હું એરેજવૃક્ષના લાકડાની ઈમારતમાં રહું છું, પણ યહોવાનો કોશ તંબુમાં રહે છે.”


તેણે મંદિરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારનાં પાટિયાં જડી દીધાં, અને તેમને ચોખ્ખા સોનાથી મઢ્યાં, ને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરી.


કજિયો ચાહનાર ગુનો ચાહે છે; જે પોતાનો દરવાજો ઊંચો કરે છે તે પોતાનો નાશ શોધે છે.


તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતર [નું કામ] તૈયાર કર; અને ત્યાર પછી તારું ઘર બાંધ.


એરેજવૃક્ષો એ આપણા ઘરના મોભ છે, અને દેવદારવૃક્ષો એ આપણી વળીઓ છે.


એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ કે, જેઓ ગર્વથી તથા માનની બડાઈ મારીને કહે છે,


તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીંત પર ચીતરેલા માણસોની, એટલે ખાલદીઓની, સિંદૂરથી ચીતરેલી છબીઓ જોઈ કે,


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, પ્રભુ યહોવાએ પોતાના સોગન ખાધા છે. “હું યાકૂબના ગર્વથી કંટાળું છું, ને તેના મહેલોને ધિક્કારું છું. એ માટે નગરને તથા તેની અંદર જે કંઈ છે તે સર્વને હું પારકાને સ્વાધીન કરી દઈશ.


આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે‍ શું?”


અદોમ કહે છે, “જો કે અમને કચડી નાખવામાં આવ્યા છે, તો પણ અમે પાછા આવીને [અમારાં] ઉજ્જડ થઈ ગયેલાં સ્થાનો ફરીથી બાંધીશું.” તોપણ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેઓ બાંધશે, પણ હું પાડી નાખીશ; ‘દુષ્ટતાની હદ, ’ તથા ‘જેમના પર યહોવાનો રોષ સદા રહે છે તેવા લોકો, ’ એવાં નામ તેમને આપવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan