Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 21:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આ નગરમાં રહેનારા માણસોને, તેમ જ પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 આ નગરમાં વસનારા લોકો અને પ્રાણીઓનો હું સંહાર કરીશ; તેઓ મોટા રોગચાળાથી મરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આ નગરમાં રહેનારા માણસો તથા પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આ નગરમાં હું ભયંકર મરકી મોકલીશ અને માણસો તથા પશુઓ મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 21:6
26 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.”


ત્યારે મેં પૂછયું “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “નગરો વસતિ વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજજડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય,


જ્યારે તેઓ ઉપવાસ કરશે, ત્યારે તેઓની વિનંતી હું સાંભળીશ નહિ. જ્યારે તેઓ દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવશે, ત્યારે તેઓનો અંગીકાર હું કરીશ નહિ; પણ તરવારથી, દુકાળથી તથા મરકીથી હું તેઓનો નાશ કરીશ.”


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


કેમ કે યહોવા કહે છે કે, તું પોતાને તથા પોતાના સર્વ મિત્રોને ભયરૂપ થઈ પડે એવું હું કરીશ; તેઓ પોતાના શત્રુઓની તરવારથી માર્યા જશે, ને તે તું તારી નજરે જોશે; અને હું આખો યહૂદિયા બાબિલના રાજાના હાથમાં સોંપીશ; ને તે તેઓને બંદીવાન કરીને બાબિલમાં લઈ જશે, ને તરવારથી તેઓને મારી નાખશે.


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે.


તેથી યહોવા કહે છે, “તમે દરેકે પોતાના ભાઈનો તથા પોતાના પડોશીનો છુટકારો જાહેર કરવાનું મારું [વચન] પાળ્યું નથી, તેથી યહોવા કહે છે કે, હું તમારો ત્યાગ કરીને તમને તરવાર, મરકી તથા દુકાળને સ્વાધીન કરીશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તમને વિખેરી નાખીશ.


યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે તું લખ, ‘બાબિલનો રાજા ખચીત આવીને આ દેશનો નાશ કરશે, ને તેમાંનાં મનુષ્યો તથ પશુઓનો નાશ થશે, એમ યહોવા કહે છે, એવું આ ઓળિયામાં તેં શા વાસ્ત લખ્યું છે, ’ એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.


હવે ખચીત જાણજો કે, જ્યાં તમે જઈને રહેવા માગો છો તે સ્થળમાં તમે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશો.


તે માટે પ્રભુ યહોવા કહે છે: “જુઓ, આ સ્થાન પર, મનુષ્ય પર, પશુ પર, ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ રેડવામાં આવશે; અને તે બળ્યા કરશે ને હોલવાઈ જશે નહિ.”


પણ હું તેઓમાંના થોડાક માણસોને તરવાર, દુકાળ તથા મરકી ના સપાટામાં થી જવતા રહેવા દઈશ, જેથી જે જે પ્રજાઓમાં તેઓ જાય ત્યાં તેઓ પોતાનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


“હે મનુષ્યપુત્ર, જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે, ને તેથી હું મારો હાથ તે પર લંબાવીને તેના આજીવિકાવૃક્ષનું ખંડન કરું, ને તેમાં દુકાળ મોકલું, ને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


અથવા જો હું તે દેશ પર તરવાર લાવીને કહું કે, હે તરવાર, દેશમાં સર્વત્ર ફરી વળ, અને એમ કરીને હું તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


અથવા જો હું તે દેશમાં મરકી મોકલું, ને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


તારે તેમને કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે જેઓ ઉજ્જડ સ્થળે હશે તેઓ નકકી તરવારથી માર્યા જશે, ને જે કોઈ ખુલ્લા મેદાનમાં હશે તેને હું ભક્ષ થવા મારે પશુઓને સોંપીશ, ને જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં હશે તેઓ મરકીથી મરણ પામશે.


તેમનાં કરેલાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે જ્યારે હું દેશને વેરાન તથા આશ્ચર્યરૂપ કરી નાખીશ, ત્યારેતેઓ જાણશે કે હું યહોવા છું.


બહાર તરવાર, ને માહે મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તરવારથી માર્યો જશે, અને જે કોઈ શહેરમાં હશે તેને દુકાળ તથા મરકી સ્વાહા કરશે.


તે માટે દેશ વિલાપ કરશે, ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સહિત નિર્બળ થઈ જશે; હા, સમુદ્રનાં માછલાં પણ લઈ લેવાશે.


એથી તમારે કારણે સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમના ઢગલા થઈ જશે, ને [ઈશ્વરના] મંદિરનો પર્વત તે વનમાંની ટેકરીઓના જેવો [થઈ જશે].


મનુષ્યનો તેમ જ જાનવરનો હું સંહાર કરીશ. ખેચર પક્ષીઓનો તથા સમુદ્રનાં માછલાંનો, તેમ જ દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો હું સંહાર કરીશ; અને પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે”


તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.


Lean sinn:

Sanasan


Sanasan