Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 21:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યહોવા કહે છે, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી, તમે જે કહો છો, ‘અમારા પર કોણ ચઢી આવશે? અથવા અમારા ઘરોમાં આવવા [ની હિમ્મત] કોણ કરશે?’ જુઓ, હું તો તમારી વિરુદ્ધ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 હે યરુશાલેમ, તું તારી આસપાસની ખીણોની વચ્ચે વસેલું છે, અને ઊંચા સમતલ ખડક પર સ્થપાયેલું છે. તું ગર્વ કરતાં કહે છે, ‘મારા પર કોણ આક્રમણ કરવાનું છે? અથવા મારા નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકવાનું છે?’ પણ હું તારી વિરુદ્ધ યુદ્ધ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જુઓ, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી હું તારી વિરુદ્ધ છું” એમ યહોવાહ કહે છે જે કોઈ કહે છે કે, કોણ મારા પર હુમલો કરી શકે એમ છે?” “અથવા કોણ અમારાં ઘરોમાં પ્રવેશી શકે એમ છે?’ તેઓની વિરુદ્ધ હું છું

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “અરે, હે યરૂશાલેમ હું તારી વિરુદ્ધ થઇ ગયો છું. ખીણ પર ઝઝૂમતા ખડકની ધારે બેઠેલું તું એમ કહે છે કે, ‘કોણ મારા પર હુમલો કરી શકે એમ છે, કોણ મારા ગઢમાં પ્રવેશી શકે એમ છે’” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 21:13
21 Iomraidhean Croise  

જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે પોતાના લોકોની આસપાસ યહોવા છે.


અને તેઓએ સુક્કોથથી ઊપડીને એથામમાં અરણ્યની સરહદ ઉપર છાવણી કરી.


અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવ કે, હું મિસરમાંથી નીકળ્યો ત્યારે યહોવાએ મારે માટે જે કર્યું, તેને લીધે એ છે.


દર્શનની ખીણ વિશે ઈશ્વરવાણી:તને શું થયું છે વારુ કે તારાં, સઘળાં માણસો ધાબા પર ચઢી ગયાં છે?


અરે, ખેતરમાંના મારા પર્વત, તારી સર્વ સીમામાં, તારા પાપને લીધે હું તારું દ્રવ્ય તથા તારો સર્વ ધનસંગ્રહ, તારાં ઉચ્ચસ્થાનો પણ લૂંટાવી દઈશ.


અને લાંબા કરેલા હાથથી તથા બળવાન ભુજથી ને ક્રોધથી, જુસ્સાથી તથા મહા કોપથી હું જાતે તમારી સાથે લડાઈ કરીશ.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, “અરે ઉદ્ધત, જો, હું તારી વિરુદ્ધ છું; કેમ કે તને શિક્ષા કરવાનો સમય, નિર્માણ થયેલો દિવસ આવ્યો છે.


યહોવા કહે છે, “રે આખી પૃથ્વીને નષ્ટ કરનાર વિનાશક પર્વત, તું જો, હું તારી વિરુદ્ધ છું! હું મારો હાથ તારા પર લાંબો કરીને તને ખડકો પરથી ગબડાવીશ, ને તને અગ્નિથી ભસ્મ થઈ ગયેલા પર્વત જેવો કરી નાખીશ.


‘યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર આ છે, ’ એવું કહીને જૂઠાં વચનો પર ભરોસો ન રાખો.


શત્રુ તથા વૈરી યરુશાલેમના દરવાજાઓમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા જગતના રહેવાસીઓ માનતા નહોતા.


તેથી પ્રભુ યહોવા કહે છે, “તમે વ્યર્થ વાતો બોલ્યા છો ને તમને જૂઠાં સંદર્શન થયાં છે, માટે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું તમારી વિરુદ્ધ છું.


અને ઇઝરાયલ દેશને કહે કે, યહોવા કહે છે કે, જો હું તારી વિરુદ્ધ છું, ને મારી તરવાર મ્યાનમાંથી તાણીને તારામાંથી ને માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.


પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું પાળકોની વિરુદ્ધ છું. હું મારા ઘેટાં વિષે તેમની પાસેથી હિસાબ લઈશ, ને મારા ઘેટાંને પાળવાનું કામ તેઓની પાસેથી લઈ લઈશ. ત્યાર પછી પાળકો પોતાનું પોષણ કરવા પામશે નહિ; અને હું મારા ઘેટાંને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ થવા દઈશ નહિ.


તેથી પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું, હા, હુંજ, તમારી વિરુદ્ધ છું; અને હું પ્રજાઓના જોતાં તમારા પર ન્યાયશાસનનો અમલ કરીશ.


તેના નેતાઓ લાંચ લઈને ઇનસાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, ને કહે છે, “શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહિ.”


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, ને હું તારા રથોને બાળીને ભસ્મ કરીશ, ને તરવાર તારા જુવાન સિંહોનો ભક્ષ કરશે. હું તારો શિકાર પૃથ્વીમાંથી નષ્ટ કરીશ, ને તારા રાજદૂતોનો સ્વર ફરીથી સંભળાશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan