Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી હું આ નગરનું સર્વ દ્રવ્ય, તેની સર્વ પેદાશ, ને તેના સર્વ મૂલ્યવાન પદાર્થ, અને યહૂદિયાના રાજાઓનો સર્વ ધનસંગ્રહ તેઓના શત્રુઓના હાથમાં સોંપીશ; ને તેઓ તેને લૂંટશે, ને તેઓને પકડીને બાબિલમાં લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 આ નગરની બધી સંપત્તિ, તેનો બધો માલસામાન, કીમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાઓના ખજાના સહિત હું તેમના શત્રુઓને સોંપી દઈશ. તેઓ એ બધું લૂંટીને બેબિલોન લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું આ નગરની સર્વ સંપત્તિ, તેની સર્વ પેદાશ અને તેની સર્વ કિંમતી વસ્તુઓ અને યહૂદિયાના રાજાઓનો બધો ખજાનો તેઓના શત્રુઓને સોંપી દઈશ, તેઓ તેને લૂંટશે. અને તેઓને પકડીને બાબિલ લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:5
24 Iomraidhean Croise  

નવું વર્ષ બેસતાં નબૂખાદનેસ્સાર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરનાં સુશોભિત પાત્રો સહિત બાબિલમાં પકડી મંગાવ્યો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયાના તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો.


એવા દિવસો આવે છે કે જ્યારે તમારા મહેલમાં જે સર્વ છે તે, તથા તમારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાએ કહ્યું છે.


વગડાની સર્વ બોડી ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે, કેમ કે યહોવાની તરવાર દેશને એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણીમાત્રને શાંતિ નથી.


તારાં બધાં પાપને લીધે તારી સર્વ સીમાઓમાં હું તારું દ્રવ્ય તથા તારું ધન મફત લૂંટાવી દઈશ.


અરે, ખેતરમાંના મારા પર્વત, તારી સર્વ સીમામાં, તારા પાપને લીધે હું તારું દ્રવ્ય તથા તારો સર્વ ધનસંગ્રહ, તારાં ઉચ્ચસ્થાનો પણ લૂંટાવી દઈશ.


અમારી તરુણાવસ્થાથી અમારા પિતૃઓના શ્રમનું ફળ, તેઓનાં ઘેટાં તથા તેઓનાં ઢોરઢાંક, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, તે બધાંને એ લજ્જાસ્પદ [વસ્તુ] ખાઈ ગઈ છે.


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


સિદકિયા અગિયારમા વર્ષના ચોથા માસને નવમે દિવસે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું.


ખાલદીઓએ રાજાના મહેલને તથા લોકોનાં ઘરોને આગ લગાડીને બાળી નાખ્યાં, ને યરુશાલેમનો કોટ તોડી પાડયો.


નાશ ઉપર નાશના સમાચાર આવે છે, કેમ કે આખો દેશ લૂંટાયો છે. એકદમ મારા તંબુઓ, પલક વારમાં મારા પડદા લૂંટાયા છે!


શત્રુએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પર પોતાનો હાથ નાખ્યો છે. જેઓને તમારા મંદિરમાં આવવાની તમે મના કરી હતી તે વિદેશીઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.


યરુશાલેમ પોતાના [આ] દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં આગલા સમયનાં પોતાનાં સર્વ વૈભવી વાનાંઓનું સ્મરણ કરે છે; જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા, ને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોઈને, ને તેની પાયમાલી જોઈને હાંસી ઉડાવી.


શત્રુ તથા વૈરી યરુશાલેમના દરવાજાઓમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા જગતના રહેવાસીઓ માનતા નહોતા.


શિકારને ફાડી ખાનાર ગાજતા સિંહના જેવા તેના આગેવાનોની મસલત તેનામાં છે. તેઓએ આત્માઓને ફાડી ખાધા છે. તેઓ દ્રવ્ય તથા મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરે છે. તેમાં તેઓએ વિધવાઓની સંખ્યા વધારી દીધી છે.


પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના મંદિરનાં કેટલાંક પાત્રોસહિત, તેના હાથમાં સોંપ્યો, અને બાબિલનો રાજા તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યાં.


જો કે તે પોતાના ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો વાયુ આવશે, એટલે યહોવાનો વાયુ અરણ્ય તરફથી આવશે, તેથી તેના ઝરા સુકાઈ જશે,, ને તે જળાશય નિર્જળ થઈ જશે. તે સર્વ કિંમતી પાત્રોનો ભંડાર લૂંટશે.


Lean sinn:

Sanasan


Sanasan