Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 બીજે દીવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી કાઢયો, ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાએ તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ (દરેક બાજુએ-ભય) એવું પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પણ બીજે દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “પ્રભુએ તારું નામ પાશહૂર નહિ, પણ ‘માગોર-મિસ્સાબીબ’ (ચોમેર આતંક) પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાહે તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ એટલે સર્વત્ર ભય એવું પાડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બીજા દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવા તને પાશહૂર નહિ કહે, ‘પણ માગોર-મિસ્સાબીબ (સર્વત્ર ત્રાસ) કહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:3
18 Iomraidhean Croise  

પછી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્નીનું નામ સારાય ન કહે, પણ તનું નામ સારા થશે.


અને હવે પછી તારું નામ ઇબ્રામ નહિ કહેવાશે, પણ ઇબ્રાહિમ એવું તારું નામ થશે; કેમ કે મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ કર્યો છે.


અને તે બોલ્યો, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે; કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં યુદ્ધ કર્યું છે, ને જય પામ્યો છે.”


કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.


પછી હું પ્રબોધિકા પાસે ગયો. તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો. ત્યારે યહોવાએ મને કહ્યું, “તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ રાખ.


હાર્સીથ દરવાજાના નાકાની પાસે હિન્નોમના પુત્રની ખીણ છે ત્યાં જા, ને જે વચનો હું તને કહીશ તે ત્યાં પ્રગટ કરીને કહે કે,


તે માટે યહોવા કહે છે, જુઓ, એવા દિવસ આવે છે કે જ્યારે આ સ્થળ તોફેથ અથવા હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ, પણ તેઓ તેને કતલની ખીણ કહેશે.


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકના સાંભળતાં વાંચી સંભળાવ્યો.


મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા એ કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે.


બહાર ખેતરોમાં ન જાઓ, માર્ગમાં ન ચાલો; કેમ કે ચારે તરફ વૈરીની તરવાર અને ભય જણાય છે.


તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ, પણ તેને કતલની ખીણ કહેશે! અને બીજી કંઈ ખાલી જગા નહિ હોવાને લીધે તેઓ તેમાં મુડદાં દાટશે.


જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ [લડાઈની] બીક ઊભી કરી છે. ને યહોવાના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.


જે પ્રબોધકો વ્યર્થ સંદર્શન તથા જૂઠા શકુન જુએ છે તેઓની વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ને તેઓ ઇઝરાયલ લોકોના દફતરમાં નોંધાશે નહિ, ને તેઓ ઇઝરાયલના દેશમાં પ્રવેશ કરશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછયું, “હે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?”


Lean sinn:

Sanasan


Sanasan