Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો, ને યહોવાના મંદિરની પાસે બિન્યામીનના ઉપલા દરવાજામાં હેડ હતી તેમાં તેના પગ નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી તેણે યર્મિયાને ફટકા મરાવીને મંદિરના ઉપલા બિન્યામીન દરવાજાએ તેના પગ લાકડાની હેડમાં પૂર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો. પછી તેણે તેને યહોવાહના સભાસ્થાનની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેને મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી તેણે યર્મિયાની ધરપકડ કરી અને તેને કોરડાથી ફટકાર્યો, પછી તેણે તેને મંદિરના બિન્યામીન દરવાજા આગળ સાંકળોથી બાધ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:2
30 Iomraidhean Croise  

તે બેથેલમાંની વેદીની સામે ઈશ્વરભકતે પોકારેલી વાણી રાજાએ સાંભળી ત્યારે એમ થયું કે, યરોબામે પોતાનો હાથ વેદી પરથી લાંબો કરીને કહ્યું, “એને પકડો.” ત્યારે તેનો જે હાથ તેણે ઈશ્વરભક્તની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો, ને તેથી યરોબામ તેને પોતા તરફ પાછો ખેંચી શ્ક્યો નહિ.


અને કહો કે, રાજા એમ કહે છે કે, ‘આને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં [પાછો] આવું ત્યાં સુધી દુ:ખની રોટલીથી તથા દુ:ખના પાણીથી એનો નિર્વાહ કરજો.’”


તે સાંભળીને આસાએ તે દષ્ટા પર ગુસ્સે થઈને તેને જેલમાં પૂર્યો. કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે આસા તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આસાએ કેટલાક લોકો પર કેર વર્તાવ્યો.


ત્યારે કનાનાના પુત્ર સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું, “યહોવાનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”


પણ તેઓએ તેની વિરુદ્ધ કાવતરું કરીને રાજાની આજ્ઞાથી યહોવાના મંદિરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.


તમે મારા પગ હેડમાં પૂરો છો, અને મારા સર્વ રસ્તાઓ ધ્‍યાનમાં રાખો છો; તમે મારાં પગલાં આંકો છો;


તે મારા પગ હેડમાં નાખે છે, તે મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે.’


તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”


જ્યારે યહૂદિયાના સર્વ સરદારોએ આ વાત સાંભળી ત્યારે તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં ચઢી આવ્યા; અને તેઓ યહોવાના મંદિરના નવા દરવાજાને નાકે બેઠા.


યહોવાએ સર્વ લોકોની આગળ જે જે બોલવાની યર્મિયાને આજ્ઞા આપી હતી તે સર્વ જ્યારે યર્મિયા બોલી રહ્યો, ત્યારે યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ તેને પકડીને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામશે.


‘યહોયાદા યાજકના સ્થાને યહોવાએ તને યાજક નીમ્યો છે, જેથી તમે યહોવાના મંદિરમાં અધિકારીઓ થાઓ, અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક કહેવડાવે છે તેને તું બેડી પહેરાવીને હેડમાં નાખ.


પછી રાજાએ પોતાના પુત્ર યરાહમેલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દેલના પુત્ર શેલેમ્યાને, બારુખ લેખકને તથા યર્મિયા પ્રબોધકને પકડવાની આજ્ઞા આપી; પણ યહોવાએ તેમને સંતાડી રાખ્યા.


તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”


ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા આપી “યર્મિયાને ચોકીમાં રાખવો.” નગરમાંથી સર્વ રોટલી થઈ રહી, ત્યાં સુધી ભઠિયારાઓના મહોલ્લામાંથી તેને રોજ રોજ એક કટકો રોટલી આપવામાં આવી. આ પ્રમાણે યર્મિયા ચોકીમાં રહ્યો.


આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.


ત્યારે ખેડૂતોએ તેના‍ ચાકરોને પકડીને એકને માર્યો, ને બીજાને મારી નાખ્યો, ને ત્રીજાને પથ્થરે માર્યો.


તેઓએ તેમના પર હાથ નાખ્યા, અને તે સમયે સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા.


અને પ્રેરિતો ઉપર હાથ નાખીને તેઓએ તેમને બંદીખાનામાં પૂર્યા.


તેઓએ તેનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા.


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.


તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan