Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ હે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ન્યાયની કસોટી કરનાર ને અંત:કરણ તથા હ્રદયને પારખનાર, તેમના ઉપર કરેલો તમારો પ્રતિકાર મને જોવા દો, કેમ કે મેં તમારી આગળ મારી દાદ જાહેર કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હે સેનાધિપતિ પ્રભુ, તમે પારખ કરો છો, અને માણસોનાં અંત:કરણના છુપા ઈરાદાઓ અને દયના વિચારો જાણો છો, તેથી મેં તમને મારો દાવો સોંપ્યો છે. તમે તેમના પર જે બદલો લો તે મને જોવા દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ હે સૈન્યોના યહોવાહ, ન્યાયની કસોટી કરનાર અને અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમના પર કરેલો તમારો પ્રતિકાર અને બદલો જોવા દો, કેમ કે મેં મારો દાવો તમારી આગળ રજૂ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હે સૈન્યોના દેવ યહોવા, તમે સતનું પારખું કરો છો, મારા મનનો અને હૃદયનો તાગ લો છો; અને હું ઇચ્છું છું કે હું તમને એમના પર બદલો વાળતા જોવા પામું, કારણ કે મેં મારો દાવો ફકત તમને સોંપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:12
26 Iomraidhean Croise  

એ પ્રમાણે યોઆશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતાં તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું, “યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો.”


યહોવા ન્યાયીઓને પારખે છે; ‍ પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.


હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું અંત:કરણ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો;


તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.


કારણ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; અને [મારી ઇચ્છા] પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.


બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.


મારા પર કૃપા કરનારા ઈશ્વર મને સામા મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારા કોડ પૂરવા દેશે.


હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો; તેમની આગળ તમારું હ્રદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.


દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.


તમારા સેવકના આત્માને આનંદ પમાડો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંત:કરણ લગાડું છું.


પછી હિઝકિયાએ સંદેશીયાઓના હાથમાંથી પત્ર લઈને વાંચ્યો; અને યહોવાના મંદિરમાં ચઢી જઈને તેણે તે પત્ર યહોવાની આગળ ખુલ્લો કર્યો.


અબાબીલ કે બગલાની જેમ હું ચૂંચું કરતો; હોલાની જેમ હું વિલાપ કરતો; મારી આંખ ઉચ્ચસ્થાન તરફ જોવાથી નબળી થઈ છે; હે યહોવા, હું દબાઈ ગયો છું, તમે મારા જામીન થાઓ.


પણ, હે સૈન્યોના [ઈશ્વર] યહોવા, અદલ ન્યાયાધીશ, અંત:કરણના તથા હ્રદયના પરીક્ષક, તેમના ઉપર તમે વાળેલો બદલો મને જોવા દો; કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.


મને તો મારો વારસો આરણ્યવાસી સિંહના જેવો થઈ પડયો છે! તેણે પોતાનો ઘાંટો મારી સામે કાઢયો છે. તે માટે મેં તેનો તિરસ્કાર કર્યો છે.


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


જેઓ મારી પાછળ લાગે છે તેઓ લજ્જિત થાઓ, પણ હું લજ્જિત ન થાઉં; તેઓ ગભરાઓ, પણ હું ન ગભરાઉં; તેઓના ઉપર વિપત્તિનો દિવસ લાવો, ને તેઓને બમણા નાશથી નષ્ટ કરો.


તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા.


માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખસહન કરે છે, તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્‍ન કરનારને સોંપી દે.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.


તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?”


હાન્‍નાએ ઉત્તર આપ્યો, “ના, મારા મુરબ્‍બી, હું દુ:ખી મનની સ્‍ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan