Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 20:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મેં ચારે બાજુથી તેઓની ધમકીઓ સાંભળી અને મને ડર છે, તેઓ કહે છે; ‘આપણે ફરિયાદ કરીશું.’ મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતા નિહાળવાને તાકે છે કે, કદાચ તે ફસાઈ જાય. અને ત્યારે આપણે તેને જીતીએ તો તેના પર આપણે વેર વાળીશું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ચારે બાજુથી હું તેઓની ધમકીઓ ઉચ્ચારાતી સાંભળું છું અને મને ડર લાગે છે, તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું. જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે, ક્યારે ભયંકર ભૂલ કરી બેસું. તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે તેના પર આપણું વૈર વાળીશું. તેઓ આ પ્રમાણે કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 20:10
35 Iomraidhean Croise  

ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે આ સમય સુધીમાં. હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


અને આહાબે એલિયાને કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો છે?” એલિયાએ ઉત્તર આપ્યો, “હા, મેં તને શોધી કાઢ્યો છે. કારણ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તેં પોતાને વેચ્યો છે.


અને કહો કે, રાજા એમ કહે છે કે, ‘આને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં [પાછો] આવું ત્યાં સુધી દુ:ખની રોટલીથી તથા દુ:ખના પાણીથી એનો નિર્વાહ કરજો.’”


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”


મારા બધા દિલોજાન મિત્રો મારાથી કંટાળી જાય છે. મારાં વહાલાં મારાથી ઊલટાં થઈ ગયાં છે.


કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.


પણ, હે યહોવા, મને તમારો વિશ્વાસ છે; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”


પણ, હે યહોવા, તમે મારા પર દયા કરો, અને મને ઉઠાડો કે, હું તેઓનો પ્રતિકાર કરું.


હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.


તેઓ તો મુકરદમામાં માણસને ગુનેગાર ઠરાવનાર, ને દરવાજે ઠપકો આપનારને માટે પાશ પાથરનાર, ને ખોટા બહાનાથી નિર્દોષને દોષિત ઠરાવનાર છે.


તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


તારો જીવ લેવાને તાકી રહેનાર અનાથોથના જે માણસો કહે છે, “જો તું યહોવાને નામે પ્રબોધ ન કરે તો તું અમારે હાથે માર્યો નહિ જાય, ’ તેઓ વિષે યહોવા કહે છે;


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


બીજે દીવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી કાઢયો, ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાએ તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ (દરેક બાજુએ-ભય) એવું પાડયું છે.


તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”


બહાર ખેતરોમાં ન જાઓ, માર્ગમાં ન ચાલો; કેમ કે ચારે તરફ વૈરીની તરવાર અને ભય જણાય છે.


તારી અંદર ચાડિયા રકત વહેવડાવનાર થઈ ગયા છે; અને તારી અંદર લોકોએ પર્વતો પર ભોજન કર્યા છે. તારામાં તેઓએ લંપટપણું કર્યું છે.


પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.


તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ માટે કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે.


તેઓ હમણાં મારા પર જે તહોમતો મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી શકતા નથી.


તે સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.


આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan