Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 “એ માટે હું હજી તમારી સાથે વિવાદ કરીશ, ” એમ યહોવા કહે છે; “અને તમારા પુત્રોના પુત્રોની સાથે હું વિવાદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી હું પ્રભુ જાતે મારા લોકની વિરુદ્ધ આક્ષેપ મૂકું છું; હું તેમનાં સંતાનોને અને વંશજોને પણ તે જણાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 આથી હું તમારી સાથે વિવાદ કરીશ એમ યહોવાહ કહે છે. અને હું તમારા દીકરાઓના દીકરાઓ સાથે વિવાદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું- તેમની અને તેમના વંશજો સામે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:9
12 Iomraidhean Croise  

પોતાના લોકનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે;


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


યહોવા વિવાદ કરવાને ઊઠયા છે, લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે.


મને યાદ દેવડાવ; આપણે પરસ્પર વિવાદ કરીએ. તું [તારી હકીકત] કહે, જેથી તું ન્યાયી ઠરે.


“તમે શા માટે મારી સાથે વિવાદ કરો છો? તમે સર્વે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે, ” એમ યહોવા કહે છે.


તોપણ તેં કહ્યું, ‘હું નિર્દોષ છું; તેનો કોપ મારા પરથી ખચીત ઊતર્યો છે!’ તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી, ’ તે માટે, જો, હું તારો ન્યાય કરીશ.


ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુક્ત ઉમરે તેણે ઈશ્વરની સાથે બાથ ભીડી.


તમારી માને આજીજી કરો, તેને સમજાવો; કેમ કે તે મારી સ્ત્રી નથી, ને હું તેનો ધણી નથી. અને [તેને કહો કે] તે પોતાના વ્યભિચાર પોતાના મુખ પરથી, ને પોતાનાં જારકર્મ પોતાનાં સ્તનોમાંથી દૂર કરે,


હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.


તો હું મારું મુખ તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ રાખીશ, ને તેને તથા જેઓ પોતાના લોકો મધ્યેથી તેની પાછળ વંઠી જઈને [જાણે કે] માલેખની સાથે વ્યભિચાર કરે છે તેઓને હું નષ્ટ કરીશ.


હે પર્વતો તથા પૃથ્વીના અચળ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો; કેમ કે યહોવાને પોતાના લોકોની સામે ફરિયાદ છે. તે ઇઝરાયલની સાથે વાદવિવાદ ચલાવશે.


Lean sinn:

Sanasan


Sanasan