Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો; પણ તમે તેમાં દાખલ થઈને મારી ભૂમિને અશુદ્ધ કરી, તથા મારા વારસાને તિરસ્કારપાત્ર કરી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 વળી, હું તમને ફળદ્રુપ પ્રદેશમાં લાવ્યો કે જેથી તમે મબલક પાક અને અન્ય ઊપજ ભોગવો, પણ તમે તો અહીં આવીને મારી ભૂમિને ભ્રષ્ટ કરી છે અને મેં તમને વારસા તરીકે આપેલ દેશને ઘૃણાપાત્ર બનાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો! પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કારપાત્ર બનાવી દીધો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો, જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે. પણ તેમણે તો તેમાં પ્રવેશ કરતાં વેંત તેને અશુદ્ધ બનાવ્યો, મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:7
28 Iomraidhean Croise  

તેઓએ કિલ્લાવાળાં શહેરો તથા રસાળ ભૂમી લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ધરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા, ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.


તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આશીર્વાદ આપીને કહ્યું છે, “મારા લોક મિસર, મારા હાથની કૃતિ આશૂર, તથા મારું વતન ઇઝરાયલ, [તેઓ ત્રણે] આશીર્વાદિત થાઓ.”


પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


“તું બોડી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો. તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ અરબ વાટ જુએ છે તેમ તું તેઓને માટે માર્ગોમાં બેસી રહેલી છે; અને તેં તારા વ્યભિચારોથી તથા તારી પુષ્ટતાથી દેશને ભ્રષ્ટ કર્યો છે.


તેનાં પુષ્કળ જારકર્મથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો, તેણે પથ્થરની સાથે તથા લાકડાની સાથે વ્યભિચાર કર્યો.


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.


કેમ કે ઇઝરાયલના તથા યહૂદિયાના પુત્રો તેઓની તરુણાવસ્થાથી મારી સમક્ષ માત્ર દુષ્કર્મો કરતા આવ્યા છે; એટલે ઇઝરાયલના પુત્રો પોતાના હાથોની કૃતી વડે મને ફક્ત રોષ ચઢાવતા આવ્યા છે, એવું યહોવા કહે છે.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા હતા, ને તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની ર્દષ્ટિ હતી.


જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો, ત્યારે તેઓએ દરેક ઊંચા ડુંગરને તથા દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં પોતાનાં બલિદાનો ચઢાવ્યાં, ને ક્રોધ ઉત્પન્ન કરે એવાં અર્પણો તેઓએ અર્પ્યા, વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત [ધૂપ] પણ બાળ્યા, ને ત્યાં તેઓએ પોતાનાં પેયાર્પણો રેડ્યાં.


તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને મિસર દેશમાંથી કાઢીને એવા દૂધમધની રેલછેલવાળા એક દેશમાં લાવું કે જે મેં આગળથી તેમને માટે પસંદ કરી રાખ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે.


વળી પ્રભુ યહોવા કહે છે, “તેં મને વીસરી જઈને તારી પીઠ પાછળ નાખ્યો છે, તે માટે તું પણ તારી લંપટતા તથા વ્યભિચાર [નું ફળ] ભોગવ.”


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના વંશજો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાનાં કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો. મારી આગળ તેઓનાં આચરણ રજસ્વલા સ્ત્રીની અશુદ્ધતા જેવાં હતાં.


તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહિ; પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે, ને તેઓ આશૂરમાં અપવિત્ર અન્ન ખાશે.


ઊઠો, ચાલ્યા જાઓ; કેમ કે આ તમારું વિશ્રામસ્થાન નથી. નાશકારક મલિનતા, હા, ભારે વિનાશકારક મલિનતા, એનું કારણ [છે].


અને તેઓએ તેને હકીકત આપતાં કહ્યું કે, “તેં અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા, ને તે ખરેખર દૂધમધની રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.


તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય.


કેમ કે યહોવાનો હિસ્સો તે તેમના લોક છે; યાકૂબ તેમના વારસાનો ભાગ છે.


અને યહોવાની નજરમાં જે યથાર્થ તથા સારું હોય તે તું કર. એ માટે કે તારું ભલું થાય, ને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને [આપવાની] યહોવાએ પ્રતિજ્ઞા લીધી છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે,


Lean sinn:

Sanasan


Sanasan