યર્મિયા 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓએ પૂછ્યું નહી કે, “યહોવાહ ક્યાં છે, જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા? જે અમને અરણ્યમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા અંધકારની ભૂમિમાં, જ્યાં કોઈ માણસ ક્યારેય જતું નહોતું કે જ્યાં કોઈ માણસે ક્યારેય વસવાટ કર્યો નથી તેમાં થઈને ચલાવ્યાં તે યહોવાહ ક્યાં છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે? જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા અને અમને રેતી અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં, જ્યાં સદાકાળ દુકાળ અને અંધકાર હોય છે, જ્યાં નથી કોઇ માણસના ક્યારેય પગલાં પડ્યાં કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું” Faic an caibideil |
ત્યારે ગિદિયોને તેને કહ્યું, “મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય, તો અમારે માથે આ સર્વ [વિપત્તિઓ] કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યા શું, એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિષે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમેન તજી દીધા છે, ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે.”