Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તું તારો માર્ગ બદલવા માટે આમતેમ કેમ ભટકે છે? તું આશૂરથી લજ્જિત થયો હતો તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તું શા માટે તારો માર્ગ બદલવા માટે આમતેમ ભટકે છે? તું આશ્શૂરથી લજ્જિત થયો હતો, તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે? જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે તેમ મિસર પણ તમને નીચા પાડશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:36
22 Iomraidhean Croise  

તે સમયે આહાઝ રાજાએ સહાય માગવા માટે આશૂરના રાજા પર સંદેશો મોકલ્યો.


ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.


હવે મિસરને માર્ગે જઈને નીલનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશૂરને માર્ગે જઈને [ફ્રાત] નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?


“તું કેમ કહી શકે કે, હું મલિન થયો નથી, હું બાલીમની પાછળ ચાલ્યો નથી? નીચાણમાં તારો માર્ગ જો, તેં જે કર્યું છે તે જાણ: વેગવાન સાંઢણીના જેવો તું પોતાના માર્ગોમાં આમતેમ ભટકે છે;


પ્રેમ શોધવા માટે તું તારો માર્ગ કેવો ઠીકટાક કરે છે! તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તેં તારા [પાપી] માર્ગો શીખવ્યા છે.


તું લબાનોન પર ચઢીને હાંક માર, અને બાશાનમાં તારો ઘાંટો પાડ, અને અબારિમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા પર પ્રેમ રાખનારા સર્વ નાશ પામ્યા છે.


પવન તારા સર્વ પાળકોનો આહાર થશે, ને તારા પ્રીતમો બંદીવાસમાં જશે; ત્યારે તું ખચીત તારી સર્વ દુષ્ટતાને લીધે શરમિંદો તથા લજ્જિત થશે.


હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”


યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય નીકળ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે.


સર્વ પ્રજાઓએ તારી અપકીર્તિ સાંભળી છે, ને તારો વિલાપ આખી પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીરની સાથે અથડાયો છે, ને બન્ને સાથે પડયા છે.”


અમારી આંખો ખાલી સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. અમને બચાવી શકે નહિ એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે.


અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશૂરીઓને તાબે થયા છીએ.


તેં આશૂરીઓની સાથે પણ વ્યભિચાર કર્યો છે, કેમ કે તું તૃપ્ત થાય એવી નહોતી. હા, તેં તેઓની સાથે વ્યભિચાર કર્યો છે, તોપણ તને તૃપ્તિ થઈ નહિ.


તેઓએ તને હાથમાં પકડ્યો ત્યારે તું ભાંગી ગયો, અને તેં સર્વના ખભા ચીરી નાખ્યા. તેઓએ તારા પર ટેકો દીધો ત્યારે તું ભાંગી ગયો, ને તેં સર્વની કમરો ઢીલી કરી નાખી.


વળી યારેબ રાજાને માટે બક્ષિસ તરીકે વાછરડાને આશૂરમાં લઈ જવામાં આવશે; એફ્રાઈમ લજ્જા પામશે, ને ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


આશૂર અમારો ઉદ્ધાર કરશે નહિ. એમે ઘોડાઓ પર સવારી કરીશું નહિ; અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહિ; અનાથો પર તમારી રહેમનજર રહે છે.”


જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.


એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે, તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશૂરની પાસે જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan