Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ આ બધા ઉપર તે [રક્ત] છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 “તારાં વસ્ત્રો ગરીબ અને ભોળા લોકોના રક્તથી ખરડાયેલા છે; તારા ઘરમાં કંઈક ચોરી કરતા પકડાઈ ગયેલા એ લોકો નહોતા!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું લોહી મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડ્યાં એમ તો નહિ પણ આ સર્વ ઉપર તે લોહી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તારા વસ્ત્રોનો પાલવ લોહીથી ખરડાયેલો છે, નિર્દોષ ગરીબોના લોહીથી! તે કંઇ એ લોકોને તારા ઘરમાં ખાતર પાડતાં પકડ્યા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:34
22 Iomraidhean Croise  

વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


કેમ કે જે નિર્દોષ રક્તથી યરુશાલેમને ભરી દીધું હતું, તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતા.


“જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે, તો તે એક બળદને બદલે પાંચ બળદ ને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપે.


જો કોઈ ચોર ખાતર પાડતાં પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય, તો તે ખૂન કર્યું ગણાય નહિ.


તમે એલોનવૃક્ષો તથા હરેક લીલા ઝાડ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો. નાળાંઓમાં ખડકોની ફાટ નીચે છોકરાંને મારી નાખો છો.


કેમ કે તમારા હથા લોહીથી, ને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે; તમારા હોઠો જૂઠું બોલ્યા છે, ને તમારી જીભ દુષ્ટતા બબડે છે.


તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે, ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેમના વિચારો ભૂંડા છે; તેમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે.


તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે.


પ્રેમ શોધવા માટે તું તારો માર્ગ કેવો ઠીકટાક કરે છે! તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તેં તારા [પાપી] માર્ગો શીખવ્યા છે.


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


તેઓએ પોતાના દીકરાઓ તથા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે, હિન્નોમના પુત્રની ખીણમાં, તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે; એવું મેં ફરમાવ્યું નહોતું, ને એવું મારા મનમાં પણ આવ્યું નહોતું”


જો પરદેશી, અનાથ તથા વિધવા પર તમે જુલમ ન કરો, ને આ ઠેકાણે નિર્દોષ રક્ત ન પાડો, ને અન્ય દેવોની પાછળ ચાલીને પોતાનું નુકસાન ન કરો;


તેઓએ ધિક્કારપાત્ર કર્મ કર્યું હતું, તે છતાં તેઓ શું શરમિંદા થયા? ના, તેઓ જરા પણ શરમિંદા થયા નહિ, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું જ નહિ; તે માટે તેઓ પડનારાઓ ભેગા પડશે. જ્યારે હું તેમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્‍લે ભમતા ફરે છે, તેઓ રક્તથી ખરડાયા છે, તેથી તેઓનાં વસ્‍ત્રને કોઈ અડકી શકતું નથી.


અને જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો, અને તમારાં છોકરાંને અગ્નિમાં ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને ભ્રષ્ટ કરો છો શું? તેમ છતાં હે ઇઝરાયલ લોકો, શું હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપુ? પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હું તમારા પ્રશ્નોનો ઉત્તર કદી આપીશ નહિ.


શિકારને ફાડી ખાનાર ગાજતા સિંહના જેવા તેના આગેવાનોની મસલત તેનામાં છે. તેઓએ આત્માઓને ફાડી ખાધા છે. તેઓ દ્રવ્ય તથા મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરે છે. તેમાં તેઓએ વિધવાઓની સંખ્યા વધારી દીધી છે.


નેક પુરુષો તેમનો ન્યાય કરીને તેમને છિનાળોની તથા ખૂની સ્ત્રીઓની શિક્ષા ફરમાવશે; કેમ કે તેઓ છિનાળો છે ને તેઓના હાથમાં રકત છે.


કેમ કે તેનું રકત તેની અંદર છે. તેણે તે ખુલ્લા ખડક પર પાડ્યું છે; તેણે તેને જમીન પર પાડ્યું નથી કે, તે ધૂળથી ઢંકાઈ જાય.


ત્યારે તેમણે મને કહ્યું, “ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોની દુષ્ટતા અતિશય ભારે છે, ને દેશ ખૂનરેજીથી ને નગર અન્યાયથી ભરપૂર છે; કેમ કે તેઓ કહે છે, “યહોવાએ દેશને તજી દીધો છે, ને યહોવા દેશને જોતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan