Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઇઝરાયલ યહોવાને માટે પવિત્ર હતો. તેના પાકનું પ્રથમફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે; તેઓ પર વિપત્તિ આવશે, ’ એમ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ફસલની પ્રથમ ઉપજની જેમ તું મારો હિસ્સો હતી. જે કોઈ તને રંજાડતું તે દોષિત ઠરતું અને તેમના પર વિપત્તિ આવી પડતી. હું પ્રભુ પોતે આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઇઝરાયલ યહોવાહને માટે પવિત્ર છે. અને તેમના પાકની પહેલી ફસલ છે. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે! તેઓ પર આફત આવશે એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમર્પિત હતી, જાણે ફસલની પહેલી ઊપજ. જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી, તેને માથે આફત ઊતરતી.’” આ હું યહોવા બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:3
32 Iomraidhean Croise  

તારી ઊપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતાં ઢીલ ન કર. તારો જયેષ્ઠ પુત્ર મને આપ.


વળી ખેતરમાં વાવેલામાંથી લઈને તારી મહેનતના પ્રથમ ફળનું, એટલે કાપણીનું પર્વ પાળ; અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહપર્વ પાળ.


જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજવાશે અને બદનામ થશે; તારી સાથે લડનારાં નહિ સરખાં થશે ને વિનાશ પામશે.


હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.


[યહોવા કહે છે,] “જે વારસો મેં મારા લોકોને, એટલે ઇઝરાયલને, આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ અડકે છે, તેઓ સર્વને જુઓ, હું તેઓની ભૂમિમાંથી ઉખેડી નાખીશ, ને તેઓની વચ્ચેથી યહૂદાના વંશજોને ઉખેડી નાખીશ.


હે યાકૂબના વંશજો, તથા ઇઝરાયલના વંશનાં સર્વ કુળો, યહોવાનું વચન સાંભળો:


તેથી જેઓ તને ખાઈ જાય છે તેઓ સર્વને ખાઈ જવામાં આવશે. અને તારા સર્વ શત્રુઓ એકેએક બંદીવાસમાં જશે; અને જેઓ તારું હરી લે છે તેઓનું પણ હરી લેવામાં આવશે, ને જેઓ લૂંટે છે તે સર્વને હું લૂંટાવી દઈશ.


જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.


તમારાં છોકરાંને એ કહી સંભળાવો, તમારાં છોકરાં તેઓનાં છોકરાંને, ને તેઓનાં છોકરાં તેઓની પછીની પેઢીને [તે કહી સંભળાવે] :


હે સિયોનમાં એશારામમાં રહેનારા તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા મુખ્ય પ્રજાઓના પ્રખ્યાત માણસો, જેઓની પાસે ઇઝરાયલ લોક આવે છે, તે તમને અફસોસ!


પછીથી પવનની જેમ તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે.”


જે પ્રજાઓ આરામ ભોગવે છે તેમના પર હું અતિશય નારાજ થયો છું, કેમ કે હું માત્ર સહેજ નાખુશ હતો, પણ તેઓએ વિપત્તિમાં વૃદ્ધિ કરી.’


કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે.


અને સર્વ ઉમદા તેલ, ને સર્વ ઉમદા દ્રાક્ષારસ, તથા અનાજ, જેઓનાં પ્રથમ ફળ તેઓ યહોવાને ચઢાવે છે એ મેં તને આપ્યાં છે.


વળી જો પ્રથમ ફળ પવિત્ર છે, તો [આખો] લોંદો પણ પવિત્ર છે. અને જો જડ પવિત્ર છે, તો ડાળીઓ પણ પવિત્ર છે.


વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને માટે આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.


એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશજાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


અને સર્વના કરતાં તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું [તેમણે કબૂલ કર્યું છે]. અને તું તેમના કહ્યા પ્રમાણે યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશે.”


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


તેમણે પોતાની ઇચ્છાથી સત્યના વચનદ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમનાં ઉત્પન્‍ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


સ્‍ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જયાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan