Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 “પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે; કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો તેટલા તારા દેવો પણ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 તો પછી તમે પોતે બનાવેલા તમારા દેવો ક્યાં છે? જો તેઓ સમર્થ હોય તો આફતને સમયે આવીને તમને બચાવે; કારણ, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો છે એટલા જ તારા દેવો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ જો તારા સંકટમાં તને બચાવે તો ભલે તેઓ ઊઠે, કેમ કે હે યહૂદિયા જેટલાં તારાં નગર છે તેટલાં તારા દેવો પણ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી? જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે. હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે તેટલાં દેવોની મૂર્તિઓ છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:28
16 Iomraidhean Croise  

એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારે ને તમારે શું છે? તમારા પિતાના પ્રબોધકો પાસે તથા તમારી માના પ્રબોધકો પાસે જાઓ.” ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “એમ નહિ; કેમ કે યહોવાએ અમ આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યાં છે, ”


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


તેઓ બધા વાકાં વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારને બચાવી શકતા નથી, વળી તેઓ પોતે બંદીવાન થયા છે.


તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી. વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી; કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.


તું હાંક મારે ત્યારે તારી સંઘરેલી [મૂર્તિઓ ભલે] તને છોડાવે! પરંતુ વાયુ તે સર્વને ઉડાવી દેશે, પવન તેમને લઈ જશે; પણ જે મારા પર ભરોસો રાખે છે તે દેશનો વારસ થશે, ને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.


જેઓએ મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, તથા પોતાને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે, તેઓની બધી દુષ્ટતાને લીધે હું તેઓની સામે મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.


યહૂદિયાનાં નગરોના તથા યરુશાલેમના રહેવાસીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેમને હાંક મારશે; પણ તેઓ તેઓની વિપત્તિની વેળાએ તેમને જરા પણ બચાવશે નહિ.


કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગર તેટલા તારા દેવ થયા છે! અને તમે તે નિર્લજ્જ વસ્તુને નામે યરુશાલેમના મહોલ્લાઓ જેટલી વેદીઓ બાંધી છે, એટલે બાલની આગળ ધૂપ બાળવા માટે વેદીઓ બાંધી છે.


હાય હાય! તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે; તોપણ તે તેમાંથી બચશે.”


તમારા જે પ્રબોધકોએ તમને ભવિષ્ય કહ્યું હતું, ‘બાબિલનો રાજા તમારા ઉપર તથા આ દેશ ઉપર ચઢી આવશે નહિ, ’ તેઓ ક્યાં છે?


ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજનસ્તંભો બનાવ્યા છે.


મૂર્તિકારે મૂર્તિ ઘડી છે, તે ઘડેલી મૂર્તિથી તેને શો લાભ થાય છે? ઢાળેલી મૂર્તિ જે જૂઠાણાનો ફેલાવનાર છે [તેથી શો લાભ થાય છે] કે તેનો બનાવનાર પોતાના કામ પર ભરોસો રાખીને મૂંગા પૂતળાં બનાવે છે?


જે જન લાકડાને કહે છે, ‘જાગ’; તથા મૂંગા પથ્થરને [કહે છે] ‘ઊઠ’ તેને અફસોસ! એ શું શીખવી શકે? જુઓ તે તો સોનારૂપાથી મઢેલું છે, ને તેની અંદર શ્વાસ બિલકુલ નથી.


અને તે કહેશે કે, ‘તેઓના દેવો, એટલે જે ખડક પર તેઓ ભરોડો રાખતા હતા;


જે દેવોને તમે પસંદ કર્યા છે તેઓની પાસે જઈને પોકાર કરો. તેઓ ભલે તમારા દુ:ખની વેળાએ તમને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan