Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તારાં પોતાનાં જ દુષ્કર્મોનાં પરિણામ તું ભોગવશે, તથા તારા અવિશ્વાસુપણાનાં કામોનો તને ઠપકો મળશે. માટે તારે સમજી લેવું કે, તેં યહોવાહ તારા ઈશ્વરને ત્યજી દીધા છે. અને તને તેમનું ભય નથી. એ કેટલું અનિષ્ટ અને કડવું છે. એમ પ્રભુ એટલે સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તારા પોતાનાંજ દુષ્કૃત્યોના પરિણામ તું ભોગવશે, તારા પોતાના જ ધર્મથી વિમુખ થવાની સજા તું ભોગવી રહ્યો છે, તારી જાતે જો અને જાણ કે મારાથી, તારા યહોવા દેવથી મોઢું ફેરવી લેવું અને મારો ભય રાખ્યા વગર જીવવું એ કેટલું અનિષ્ટ અને નુકશાનકારક છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:19
40 Iomraidhean Croise  

એલિયાએ ઉત્તર આપ્યો, “મેં તો ઇઝરાયલને દુ:ખ આપ્યું નથી.પણ તેં તથા તારા પિતાના કુટુંબે [તો આપ્યું છે] , કેમ કે યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો છે, ને તેં બાલીમની ઉપાસના કરી છે.


રહાબામ તથા યહૂદિયાના સરદારો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “:તમે મને તજી દીધો છે, માટે મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધા છે, ” એમ યહોવા કહે છે.


એ પ્રમાણે વળવો કરીને અદોમ યહૂદિયાના તાબા નીચેથી નીકળી ગયો, ને આજ સુધી તેમ જ છે, પછી તે જ સમયે લિબ્નાએ પણ તેની સામે બળવો કર્યો, કેમ કે તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો.


પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.


દુષ્ટનું ઉલ્લંઘન મારા હ્રદયમાં કહે છે કે, તેની દષ્ટિમાં ઈશ્વરનું ભય છે જ નહિ.


અને હોરેબ પર્વતથી માંડીને ઇઝરાયલી લોકોએ પોતાનાં ઘરેણાં ઉતારી મૂક્યાં.


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


તેઓનો પક્ષપાત તેઓની વિરુદ્ધ સાક્ષી પૂરે છે! સદોમની જેમ તેઓ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. અફસોસ છે તેમને! કેમ કે તેઓએ પોતે પોતાનું ભૂંડું કર્યું છે.


હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું:તેની વાડ હું કાઢી નાખીશ, જેથી તે ભેલાઈ જશે; તેની ભીંત હું પાડી નાખીશ, જેથી તે ખુંદાઈ જશે.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


જેઓએ મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, તથા પોતાને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે, તેઓની બધી દુષ્ટતાને લીધે હું તેઓની સામે મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.


જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.


જ્યારે યહોવા તારો ઈશ્વર તને માર્ગમાં ચલાવતો હતો ત્યારે તેં તેને છોડી દીધો, તેથી તું તારી આ દશા તારા પોતાના પર લાવ્યો નથી?


હે મારો ત્યાગ કરનાર પુત્રો, તમે ફરો, તમારું પાછું હઠવું હું સુધારીશ.” [તું કહે છે,] “જો અમે તારી તરફ આવ્યા છીએ; કેમ કે તમે યહોવા અમારા ઈશ્વર છો.


તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; આ તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.


યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ.


‘આપણા ઈશ્વર યહોવા, જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જે આપણે માટે કાપણીના નીમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીહીએ’ એમ તો પોતાના હ્રદયમાં કહેતા નથી.


તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે.


યહોવા કહે છે, “શું તેઓ મને રોષ ચઢાવે છે? શું પોતાના મુખની લાજને અર્થે તેઓ પોતાને જ ચીડવતા [અને બદનામ કરતા] નથી?”


તો યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.


તેં વંઠી જઈને વિદેશીઓનું અનુકરણ કર્યું છે તેને લીધે, ને તું તેઓની મૂર્તિઓથી ભ્રષ્ટ થઈ છે માટે એ દુ:ખો તારા પર ગુજારવામાં આવશે.


તેમની અશુદ્ધતા પ્રમાણે ને તેમના અપરાધો પ્રમાણે મેં તેઓને [શિક્ષા] કરી; અને મેં મારું મુખ તેઓથી અવળું ફેરવ્યું.


મારા લોકનું વલણ મારી પાસેથી પાછું હઠી જવાનું છે; જો કે તેઓ તેઓને સ્વર્ગવાસી [ઈશ્વર] પાસે બોલાવે, તે છતાં કોઈ પણ તેને માન આપશે નહિ.


હે ઇઝરાયલ, હું તારું આશ્રયસ્થાન છું, મારી સામા થવાથી તું પોતાનો નાશ [કરે] છે.


હે ઇઝરાયલ, તારા ઈશ્વર યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.


કેમ કે ઇઝરાયલે હઠીલી વાછરડીની જેમ હઠીલાઈ કરી છે; હવે યહોવા તેઓને વિશાળ બીડમાં હલવાનની માફક ચારશે?


ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તે માટે ઇઝરાયલ ને એફ્રાઈમ પોતાના અન્યાયથી ઠોકર ખાઈને પડી જશે. યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાઈને પડી જશે.


તેઓની બધી દુષ્ટતા મારા સ્મરણમાં છે. એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી; તેમનાં પોતાનાં કામોએ તેમને ચોતરફ ઘેરી લીધા છે; તે [કામો] મારી નજર આગળ જ છે.


હે ઇઝરાયલ, અન્યધર્મીઓની જેમ હર્ષનાદ ન કર; કેમ કે તું તારા ઈશ્વરની પાસેથી ભટકી ગયો છે, દરેક ખળીમાં તેં વેતન ચાહ્યું છે.


“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”


યાકૂબના અપરાધને લીધે તથા ઇઝરાયલ લોકોનાં પાપોને કારણે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાના ઉચ્ચસ્થાનો ક્યાં છે? શું યરુશાલેમ નહિ?


પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા.


તેઓની આંખ આગળ ઈશ્વરનો ભય નથી.”


તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની ઉપાસના કરી છે; એથી હું તમને હવે પછી ઉગારીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan