યર્મિયા 19:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ને તેઓને કહે, ‘સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ફરી સાંધી શકાય નહિ તેવી રીતે કુંભારનું વાસણ ફોડી નાખવામાં આવે છે, તેમ આ લોકોને તથા આ નગરને હું ભાંગી નાખીશ. અને દાટવાનું ઠેકાણું નહિ રહે એટલે સુધી તેઓ તોફેથમાં મુડદાં દાટશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓને કહે કે, સૈન્યોના યહોવાહ કહે છે કે; ફરી સમારી નહી શકાય તેવી રીતે કુંભારનું વાસણ ભાગી નાખવામાં આવે છે “તેમ આ લોકને તથા આ નગરને હું ભાગી નાખીશ.” એમ યહોવાહ કહે છે. દફનાવવાની જગ્યા રહે નહિ એટલા પ્રમાણમાં તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેઓને કહે, ‘યહોવા સૈન્યોનો દેવ તરફથી તમને આ સંદેશો છે; તેવી જ રીતે હું યરૂશાલેમ શહેરને તોડી નાખીશ જેમ કુંભાર એક વાસણને તોડી નાખે છે જેથી તેનું સમારકામ ક્યારેય ન થાય. તોફેથમાં ઘણા બધા લોકોને દફનાવવામાં આવશે કારણ કે તેઓને દફનાવવા માટે બીજી કોઇ જગ્યા નથી. Faic an caibideil |