Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 18:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વળી જે વખતે હું કોઈ પ્રજા વિષે કે કોઈ રાજ્ય વિષે તેને બાંધવા તથા રોપવા માટે બોલું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એ જ પ્રમાણે કોઈ વાર કોઈ પ્રજા કે રાષ્ટ્રને સ્થાપિત કે દઢ કરવાનો ઈરાદો રાખું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 વળી જે વખતે હું કોઈ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અથવા કોઇવાર હું કોઇ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 18:9
9 Iomraidhean Croise  

જનમવાનો સમય અને મરવાનો સમય; ‍ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય;


ઉખેડવા તથા પાડી નાખવા, અને વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા માટે, મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નીમ્યો છે.”


ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ યહોવાને રોષ ચઢાવવા માટે બાલની આગળ ધૂપ બાળીને પોતા [ના હિત] ની વિરુદ્ધ જે પાપ કર્યું છે તેને લીધે તને રોપનાર સૈન્યોના [ઈશ્વર] યહોવાએ તારા પર વિપત્તિ ફરમાવી છે.


યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેનાં ઘરો પર દયા કરીશ. અને નગર પોતાની ટેકરી પર બંધાશે, ને રાજમહેલ [માં રજવાડા] ની રીત પ્રમાણે લોકો વસશે.


ત્યારે એવું થશે કે, જેમ ઉખેડવાને તથા ખંડન કરવાને, પાડી નાખવાને, નષ્ટ કરવાને તથા દુ:ખ દેવાને મેં તેઓના પર નજર રાખી હતી; તેમ બાંધવાને તથા રોપવાને હું તેઓના પર નજર રાખીશ, એવું યહોવા કહે છે.


વળી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયમાં આ નગર હનામેલના બુરજથી તે ખૂણાની ભાગળ સુધી યહોવાને માટે બાંધવામાં આવશે.


હે ઇઝરાયલની કુમારી, હું ફરી તને બાંધીશ, ને તું બંધાઈશ; તું ફરી તારા ડફોથી પોતાને શણગારીશ, ને હર્ષ કરનારા ગાયકગણની સાથે બહાર જઈશ.


હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.


Lean sinn:

Sanasan


Sanasan