યર્મિયા 18:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 પણ જો તે પ્રજા આપેલી ચેતવણી પ્રમાણે પોતાનાં દુષ્ટ આચરણ તજી દે તો હું તેના પર જે આફત લાવવાનો હતો તે વિચાર હું પડતો મૂકીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે સમયે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો હોઉં તે જો પોતાની દુષ્ટતાથી ફરે તો તેના પર આફત ઉતારવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ8 અને તે પ્રજા જો દુષ્ટ માર્ગેથી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું; Faic an caibideil |
ત્યારે યહૂદિયાના રાજા હિઝકિયાએ તથા આખા યહૂદિયાએ તેને મારી નાખ્યો હતો કે? શું તે યહોવાથી બીધો નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાને વિનંતી કરી નહોતી? ત્યારે યહોવા તેઓના ઉપર જે વિપત્તિ પાડવાને બોલ્યા હતા, તે વિષે તેમણે પશ્ચાતાપ કર્યો. પણ [જો આપણે યર્મિયાને મોતની સજાને લાયક ઠરાવીએ તો] આપણે આપણા પોતાના જીવોની મોટી હાનિ કરનારા થઈશું.
તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું કે, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળું તથા કરુણા રાખનાર ઈશ્વર છો. તમે ક્રોધ કરવામાં ધીમા ને ઘણા દયાળુ, એવા ઈશ્વર છો, ને વિપત્તિ [પાડવા] થી તમને પશ્ચાતાપ થાય છે.
જ્યારે યહોવા તેઓને માટે ન્યાયાધીશો ઊભા કરતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશની સાથે રહેતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશના જીવતાં સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતા હતા, કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુ:ખ આપતા હતા તેઓના [જુલમને] લીધે તેઓ નિસાસા નાખતા તેને લીધે યહોવાને દયા આવતી.