યર્મિયા 18:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 “યહોવા કહે છે કે, હે ઇઝરાયલનાં સંતાનો, આ કુંભાર કરે છે તેમ હું તમારા વિષે નહિ કરી શકું? હે ઇઝરાયલના વંશજો, જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે, એવા તમે મારા હાથમાં છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહોવાહ એમ કહે છે કે, “હે ઇઝરાયલનાં સંતાનો આ કુંભાર જેમ કરે છે તેવું શું હું તમારી સાથે ન કરી શકું?” હે ઇઝરાયલના વંશજો “જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે તેવા તમે મારા હાથમાં છો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “હે ઇસ્રાએલ, આ કુંભારે જેમ માટીના પિંડનું જે કર્યું તેવું શું હું તમારી સાથે ન કરી શકું? જેમ માટીનો પિંડ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો. Faic an caibideil |
વળી રાજાએ એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઊતરતો જોયો, ને એમ કહેતા સાંભળ્યો કે, ‘ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો; તોપણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી [બાંધીને] રહેવા દો. સાત કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને તેનો હિસ્સો વનચર જાનવરોની સાથે થાય.’