યર્મિયા 18:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પણ હે પ્રભુ, મને મારી નાખવાનું તેમનું કાવતરું તમે બરાબર જાણો છો; માટે તેમના અપરાધોની ક્ષમા કરશો નહિ, અથવા તમારી નજર આગળથી તેમનાં પાપ ભૂંસી નાખશો નહિ. તમારી સમક્ષ તેમને ઊંધા પછાડો, અને તમે ક્રોધમાં હો ત્યારે જ તેમને સજા કરો!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ હે યહોવાહ, મારો જીવ લેવા માટે તેઓનાં તમામ કાવતરાંઓ તમે જાણો છો. તમે તેઓના અન્યાય માફ કરશો નહિ, તમારી દ્રષ્ટિથી તેઓનું પાપ ભૂંસી ન નાખો. પણ તેઓને તમારી નજર સમક્ષ ઠોકર ખાઈને પાડી નાખો. તમે તમારા રોષમાં એમને સજા કરો.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 પણ, હે યહોવા, મારો જીવ લેવા માટેનાં એમના તમામ ખૂની કાવત્રાઓ તમે જાણો છો. તમે તેઓને માફ કરશો નહિ, એમનાં પાપકર્મો ભૂલશો નહિ, તેઓ તમારી સમક્ષ ઠોકર ખાઇને પછડાઇ પડો. તમારો રોષ ભભૂકી ઊઠયો હોય ત્યારે જ એમને સજા કરજો.” Faic an caibideil |