Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 18:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાને દૂર કરીએ, આપણી પાસે આપણા પોતાના યાજકો આપણને શીખવવા માટે, શાણા પુરુષો આપણને સલાહ આપવા માટે, તથા પ્રબોધકો આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઇએ. જેથી તે આપણી વિરુદ્ધ કાઇં પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 18:18
37 Iomraidhean Croise  

કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”


આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે.” કેમ કે યહોવા આબ્શાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું.


ત્યારે કનાનાના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર [તમાચો] મારીને કહ્યું, “યહોવાનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”


પણ તેઓએ તેની વિરુદ્ધ કાવતરું કરીને રાજાની આજ્ઞાથી યહોવાના મંદિરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.


કપટીઓને તે તેમના પોતાના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે; અને કુટિલ માણસોની યોજનાઓને ઉથલાવી પાડે છે.


કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી.


તારી જીભ દુષ્ટતા કરવાની યોજના કરે છે; પાણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


તેઓએ તરવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે, કે


મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.


ધૂર્તનાં હથિયારો ભૂંડાં છે; તે, દરિદ્રી પોતાના વાજબી [હકનું] સમર્થન કરતો હોય, ત્યારે પણ, મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા માટે દુષ્ટ યુક્તિઓ યોજે છે.


તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


માટે હવે ચાલ, તું યહૂદિયાનાં માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહે, યહોવા કહે છે કે, જુઓ હું તમારા પર વિપત્તિ લાવવાની પેવી કરું છું, ને તમારી વિરુદ્ધ યોજના યોજું છું. તમે દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરો, ને તમારા પોતાના માર્ગો તથા તમારી પોતાની કરણીઓ સુધારો.


[યર્મિયાએ પ્રાર્થના કરી,] “હે યહોવા મારા પર ધ્યાન રાખો, ને મારી સામે વઢનારાઓની વાણી સાંભળો.


‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


યાજકોએ તથા પ્રબોધકોએ સરદારોને તથા સર્વ લોકને કહ્યું, “આ માણસ મરણદંડને યોગ્ય છે; કેમ કે તમે તમારે કાને સાંભળ્યું છે તેવું આ નગરની વિરુદ્ધ તેણે ભવિષ્ય કહ્યું છે.”


તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”


ત્યારે હોશાયાના પુત્ર અઝાર્યાએ, કારેઆના પુત્ર યોહાનાને તથા સર્વ ગર્વિષ્ઠ માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે; મિસરમાં જઈ રહેવાની મના કરવા માટે આપણા ઈશ્વર યહોવાએ તને મોકલ્યો નથી.


“જે વચન તેં યહોવાને નામે અમને કહ્યું છે, તે વિષે અમે તારું માનીશું નહિ.


પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.


‘અમે જ્ઞાની છીએ, ને યહોવાનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે, ’ એમ કેમ કહો છો? પણ જુઓ, શાસ્ત્રીઓએ જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે.


જેઓ મારી સામે ઊઠ્યા તેઓનાં વચન, તથા આખો દિવસ મારી વિરુદ્ધ તેમની કૂથલી તમે સાંભળી છે.


હાનિ પર હાનિ આવશે, ને અફવા પર અફવા ચાલશે; અને તેઓ પ્રબોધક પાસેથી સંદર્શન શોધશે; પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો, ને વડીલોમાંથી બુદ્ધિનો, લોપ થશે.


અને જે વિધિઓ યહોવાએ મૂસાની હસ્તક તેઓને ફરમાવ્યા છે તે સર્વ તમે ઇઝરાયલી લોકોને શીખવો.”


“તેને લીધે તમારે માટે એવી રાત પડશે કે જેમાં તમેને સંદર્શન થશે નહિ; અને તમારે માટે એવો અંધકાર થશે કે તમે જોષ જોઈ શકશો નહિ. અને પ્રબોધકોનો સૂર્ય અસ્ત પામશે, ને દિવસ તેમને માટે અંધકારમય થ ઈ પડશે.”


દષ્ટાઓ લજ્‍જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે. કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


ત્યારે પંડિતોમાંના એકે તેમને કહ્યું, “ઉપદેશક, એમ કહેવાથી તમે અમને પણ મહેણાં મારો છો.”


જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ એ વાતો સાંભળીને તેમને પૂછયું, “તો શું અમે પણ આંધળા છીએ?”


Lean sinn:

Sanasan


Sanasan