Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 18:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે માટે યહોવા કહે છે કે, વિદેશીઓમાં પૂછો કે, ઇઝરાયલની કુમારીએ અતિશય ભયંકર કૃત્ય કર્યું એવી વાતો કોણે સાંભળી છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “બીજી પ્રજાઓને પૂછી તો જુઓ, કે કોઈએ આવું કદી સાંભળ્યું છે! કન્યા સમાન મારી ઇઝરાયલની પ્રજાએ અતિશય આઘાતજનક કાર્ય કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “બધી પ્રજાઓમાં પૂછો, કોઈએ કદી આવું સાંભળ્યું છે? કે, ઇઝરાયલની કુમારીએ અતિશય ભયંકર કૃત્ય કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેથી યહોવા કહે છે, “બધી પ્રજાઓમાં જઇને પૂછો, ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’ મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 18:13
14 Iomraidhean Croise  

પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો કારભારી હતો તે, શેબના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆબ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા, ને તેને રાબશાકેના શબ્દો કહી સંભળાવ્યા.


આ પ્રમાણે કોણે સાંભળ્યું છે? આ પ્રમાણે કોણે જોયું છે? શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું પ્રજા એકાએક જન્મ પામે? પરંતુ સિયોનને પ્રસવવેદના થઈ કે તરત જ તેણે પોતાનાં છોકરાંને જન્મ આપ્યો.”


વળી તું તેઓને આ વચન કહેજે, મારી આંખમાંથી રાતદિવસ ચોધાર આંસુઓ વહી જાઓ, ને બંધ ન થાઓ, કેમ કે મારા લોકોની કુંવારી દીકરી મોટા ઘાથી, અતિ ભારે જખમથી, ઘાયલ થઈ છે.


લબાનોનનો બરફ ખેતરના ખડક પર પડતો બંધ થશે? અથવા વેગળેથી વહી આવતું ઠંડું પાણી ખૂટી જશે?


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


હે ઇઝરાયલની કુમારી, હું ફરી તને બાંધીશ, ને તું બંધાઈશ; તું ફરી તારા ડફોથી પોતાને શણગારીશ, ને હર્ષ કરનારા ગાયકગણની સાથે બહાર જઈશ.


ઘોર તથા ભયંકર વાત દેશમાં બની છે:


પ્રભુએ મારામાંના મારા સર્વ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા જુવાનોને કચરી નાખવા માટે યહોવાએ મારી વિરુદ્ધ ઘાડાં બોલાવ્યાં છે. પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.


ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર [માલૂમ પડ્યો] છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.


હે ઇઝરાયલના વંશજો, તમારે વિષે આ જે મરસિયો હું ગાઉં છું તે સાંભળો:


“ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે. તે ફરીથી કદી ઊઠશે નહિ. તેને પોતાની ભૂમિ પર પાડી નાખવામાં આવી છે, તેને ઉઠાવનાર કોઈ નથી.”


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


આથી પલિસ્તીઓ ભયભીત થયા, કેમ કે તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” વળી તેઓએ કહ્યું, “આપણને અફસોસ! કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan