Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે રણમાંની બોરડી જેવો થશે, ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં, ખારવાળા તથા વસતિહીન દેશમાં વાસો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે રણપ્રદેશમાંનાં સૂકાં ઝાંખરાં સમાન છે. તે જાણે કે સૂકા અને નિર્જળ પ્રદેશમાં ખારાપાટ અને નિર્જન પ્રદેશમાં વસે છે. તેથી જ્યારે આબાદી આવે ત્યારે તેને કંઈ લાભ થતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે જંગલમાંની બોરડી જેવો થશે. અને હિત થશે ત્યારે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાં સૂકી જગ્યાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે. જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે એવી ખારી જમીનમાં ઊભો છે અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:6
17 Iomraidhean Croise  

ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


નદીઓ અને માખણ તથા મધની વહેતી ધારાઓ તે જોવા પામશે નહિ.


તેનું ઘર મેં વેરાનમાં, તથા તેનું રહેઠાણ મેં ખારવાળા પ્રદેશમાં ઠરાવ્યું છે.


દુષ્ટો એવા નથી; પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે


અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે;


જે એલોન ઝાડનાં પાંદડાં ખરી પડે છે, ને જે વાડીમાં પાણી નથી, તેના જેવા પમે થશો.


તેથી યહોવા કહે છે, જુઓ, હું શમાયા નેહેલામીને તથા તેના સંતાનને જોઈ લઈશ; તેના વંશમાંનો કોઈ પુરુષ આ પ્રજામાં વસવા પામશે નહિ, ને મારા લોકોનું હું જે હિત કરીશ તે તે જોવા પામશે નહિ. કેમ કે તે યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચન] બોલ્યો છે, ” એવું યહોવા કહે છે.


તમારો જીવ લઈને નાસો, ને વગડામાંની દૂર્વા જેવા થાઓ.


પણ તેની કાદવવાળી તથા ભીનાશવાળી જગાઓ મીઠી થશે નહિ, ત્યાં મીઠું [પકવવામાં] આવશે.


એથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવા, કહે છે, “મારા જીવના સમ, નિશ્ચે મોઆબ સદોમની જેમ તથા આમ્મોનીઓ ગમોરાની જેમ ઝાંખરાંના તથા મીઠાના અગરના તથા સદાના ઉજ્જડપણાના કબજામાં રહેશે. મારા બાકી રહેલા લોકો તેમને લૂંટી લેશે, ને મારી પ્રજાના બચેલા માણસો તેમનો વારસો લેશે.


વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઇમ, જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો, તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી [તે જ્યારે જોશે] ,


તે આખો દિવસ અબીમેલેખ નગરના લોકોની સાથે લડ્યો. અને તે નગર તેણે લીધું, તેમાં જે લોક હતા તેઓને મારી નાખ્યા, ને તેણે નગર તોડી પાડ્યું, ને તેમાં મીઠું વેર્યું.


Lean sinn:

Sanasan


Sanasan