Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યહોવા કહે છે, “જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે, ને મનુષ્યના બળ પર આધાર રાખે છે, ને યહોવા તરફથી જેનું હ્રદય ફરી જાય છે, તે શાપિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુ કહે છે, “પ્રભુથી વિમુખ થઈને મર્ત્ય માણસ પર ભરોસો રાખનાર અને મનુષ્યના બળ પર જ આધાર રાખનાર શાપિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહ આ પ્રમાણે કહે છે; જે પુરુષ, માણસ પર વિશ્વાસ રાખે છે; અને મનુષ્યના બળ પર પોતાનો આધાર રાખે છે અને યહોવાહ તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ યહોવાના વચન છે, “એને શાપિત જાણજો જે મારાથી વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે, જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:5
16 Iomraidhean Croise  

તેને પોતાની કારકિર્દીના ઓગણચાળીસમા વર્ષમાં પગમાં દરદ થયું; એ દરદ બહૂ ભારે હતું; તોપણ પોતાના દુ:ખમાં તેણે યહોવાની નહિ, પણ વૈદોની સહાય લીધી.


તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે.” યહૂદિયાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.


કેમ કે હું યહોવાને માર્ગે ચાલ્યો છું, અને ભૂંડાઈ કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.


ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.


તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?


ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.


જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.


વળી સત્યનો અભાવ છે. અને દુષ્કર્મોથી દૂર રહેનારો લૂંટાય છે. યહોવાએ જોયું કે કંઈ ઇનસાફ નથી, એ તેમની દષ્ટિમાં માઠું લાગ્યું.


તેઓને કહે, યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જે મનુષ્ય આ કરારનાં વચન માનતો નથી તે શાપિત થાઓ!


તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.


યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.”


Lean sinn:

Sanasan


Sanasan