યર્મિયા 17:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 યહૂદિયાનાં નગરોમાંથી, ને યરુશાલેમની આસપાસની જગાઓમાંથી, બિન્યામીનના દેશમાંથી, શફેલાથી, પર્વતોથી, ને દક્ષીન પ્રદેશમાંથી, દહનીયાર્પણ, બલિદાન, ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને, તથા આભારાર્થર્પણ લઈને તેઓ યહોવાના મંદિરમાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 યહૂદિયાનાં નગરોમાંથી, યરુશાલેમની આસપાસના વિસ્તારોમાંથી, બિન્યામીનના પ્રદેશમાંથી, નીચાણના પ્રદેશમાંથી તેમજ ઉચ્ચ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણના નેગેબ પ્રદેશમાંથી લોકો આવશે. તેઓ મારા મંદિરમાં દહનબલિ તથા બલિદાનો, ધાન્યઅર્પણો, ધૂપ તથા આભારબલિ લાવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 યહૂદિયાના નગરોમાંથી, યરુશાલેમની આસપાસની જગ્યાઓમાંથી, બિન્યામીનના શહેરોમાંથી, શફેલાથી તેમ જ પર્વતોમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનીયાર્પણ, બલિદાનો, ખાદ્યાર્પણ અને લોબાન તથા સ્તુત્યાર્પણ લઈને યહોવાહના ઘરમાં આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 યહૂદિયાના નગરોમાંથી, યરૂશાલેમની આસપાસના ગામોમાંથી, બિન્યામીનના, નીચાણના તેમજ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનાર્પણ, બલિઓ, ખાદ્યાર્પણ અને ધૂપ તથા ઉપકારાર્થાર્પણ લઇને મંદિરે આવશે. Faic an caibideil |
બિન્યામીનના દેશમાં, યરુશાલેમની ચારે બાજુના પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાનાં નગરોમાં, તથા દક્ષિણના પ્રદેશનાં નગરોમાં, લોકો મૂલ્ય આપીને ખેતરો વેચાતાં લેશે, વેચાણખતમાં સહી કરશે, તેના ઉપર મહોર મારશે, ને સાક્ષીઓ બોલાવશે, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ” એવું યહોવા કહે છે.
હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.