યર્મિયા 17:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તો આ નગરના દરવાજાઓમાં થઈને દાઉદના રાજ્યાસન પર બિરાજનારા રાજાઓ તથા સરદારો રથોમાં તથા ઘોડાઓ પર બેસીને, તેઓ તથા તેઓના સરદારો, યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના રહેવાસીઓ અંદર પેસશે; અને આ નગર સર્વકાળ ટકી રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તો આ નગરના દરવાજાઓમાં થઈને દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથ અને ઘોડાઓ પર સવાર થઈને પસાર થશે. તેઓ તથા તેમના અધિકારીઓ યહૂદિયાના લોકો અને યરુશાલેમના નિવાસીઓ સહિત આ દરવાજાઓમાં થઈને આવજા કરશે અને યરુશાલેમ સદા વસેલું રહેશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તો આ નગરના દરવાજામાં થઈને દાઉદના સિંહાસન પર બિરાજનારા રાજાઓ રાજકુમારિકાઓ, રથોમાં અને ઘોડાઓ પર બેસીને તેઓ તથા તેઓના સરદારો અને યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના વતનીઓ અંદર આવશે અને આ નગર સદાકાળ ટકી રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 “‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે. Faic an caibideil |