યર્મિયા 17:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાંભળ્યું નહિ ને શિખામલણ માની નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પરંતુ તેમણે મારું માન્યું નહિ અને તે પ્રત્યે ધ્યાન આપ્યું નહિ; તેને બદલે, પોતાના જક્કીપણામાં તેમણે મારી વાણી સાંભળી નહિ કે મારી શિખામણ માની નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ તેઓએ સાંભળ્યું નહિ કે ઘ્યાન આપ્યું નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાભળ્યું નહિ કે શિખામણ માની નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.’” Faic an caibideil |
મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.
પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.
પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.